વાત હોન્ડુરાસમાં ચુલ્ટીકા નદી પર આવેલ એક પુલ ની



જો તમે આ વાત વિષે જાણકારી નથી ધરાવતાં, તો તમે એકલા નથી. મને પણ થોડા સમય પેહલા જ આ વિષય પર જાણવા મળ્યું અને મેં મારી માતૃભાષામાં એના પર લખવાનું નક્કી કર્યું.


હોન્ડુરાસ એ ઉત્તર અમેરિકા તેમજ દક્ષિણ અમેરિકાની મધ્ય માં કૅરેબિયન દ્વીપસમૂહ પાસે આવેલ એક નાનકડો દેશ છે. ઇટાલીના પ્રખ્યાત શોધકર્તા ક્રિસ્ટોફર કોલંબસ ને પણ નહિ ખબર હોય કે એની અમેરિકા ખંડની શોધ પછીના લગભગ 500 વર્ષ પછી ત્યાં માનવજાતને બોધપાઠ આપી જાય એવી ઘટના થવા જઈ રહી હતી.


1930ની સાલમાં જાપાનની એક એન્જિનિયરિંગ તેમજ બાંધકામ ક્ષેત્રે જોડાયેલ કંપની સાથે હોંડુરાસ સરકારે ચુલ્ટીકા નદી ઉપર પુલ બનવાનો નિર્ણય લીધો. આ પુલ વિશ્વના ઉત્તમ આર્કિટેક્ટસ તથા એન્જિનિયર્સની મદદથી 1998માં ફરીથી બાંધવામાં આવ્યો. હોંડુરાસ સરકાર તથા બાંધકામ કરનાર ટીમ એ વાતથી ઘણી સારી રીતે વાકેફ હતા કે આ પુલે મોટી તારાજી સર્જનાર કૅરેબિયન તોફાનોનો સામનો કરવાનો છે. તેથી પુલની ગુણવત્તામાં કોઈ ઊણપ રાખવામાં આવી નહિ. અને આ એક વિશ્વના શ્રેષ્ઠતમ પુલમાનો એક પુલ બની રહ્યો.


પરંતુ ઘણીવાર આપણે ધાર્યે એના કરતાં કંઈક ઊંધું જ થઈને ઊભું રહે છે. આપણાં માંથી ઘણા લોકો સાથે એવું બનતું હશે. અવાજ કામો માટે આપણે પ્લાંનિંગ પણ કરતાં હોઈએ એ સ્વાભાવિક છે, પરંતુ જયારે એ પ્લાંનિંગ પણ સાથ ના આપે ત્યારે એ સ્તબ્ધ કરનારી ઘટના બની જતી હોય છે. ચુલ્ટીકા પુલ સાથે પણ આવુંજ થવાનું હતું.


1998માં મહાવિનાશક અને કેટેગરી-5 નું પ્રચંડ કૅરેબિયન વાવાઝોડું "મિત્ચ" હોંડુરાસમાં ભારે તારાજી સર્જી ગયું. રસ્તાઓ ધોવાઈ ગયા, મકાનો ધરાશાયી થયા. ધાર્યું હતું એમ ચુલ્ટીકા પુલ ને આ વાવાઝોડું કઈ વધારે નુકસાન ના કરી શક્યું. પરંતુ જે ધાર્યું નોહતું એ બન્યું. ચુલ્ટીકા નદી એ વાવાઝોડાની અસરના લીધે પોતાનો વહેણનો માર્ગ જ બદલી નાખ્યો, નદીએ પોતાનો નવો માર્ગ શોધી લીધો અને વહી રહી છે અને હવે પુલ નદી વિનાના પુલ તરીકે બિનઉપયોગી બની રહી ગયો. જે પુલ ભયંકર વાવાઝોડાથી બચવા માટે સક્ષમ હતો અને વાવાઝોડામાં ટકી પણ ગયો તેમ છતાં એ હવે તદ્દન બિનઉપયોગી બનીને રહી ગયો.



પરિસ્થિતિ કેવી રીતે અચાનક બદલાઈ જય છે તે અહીં એક નોંધપાત્ર બાબત છે. વિશ્વના શ્રેષ્ઠતમ એન્જીનીયર્સો અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા છતાં ભવિષ્યની પરિસ્થિતિની અપેક્ષા કરવામાં અસમર્થ સાબિત થયા.આ ઘટના મને વિચારવા પ્રેરે છે અને એમાંથી આપણે શું શીખી શકીએ એ જોઈએ.


અહીં વાત આવે છે અંગ્રેજી શબ્દ "Adapt" ની એટલે કે પરિસ્થિતિ ને અનુકૂળ થઈ બદલાવ લાવવાની છે.


વ્યવસાયિક દ્રષ્ટિકોણથી સમજીએ તો 20મી સદીની શરૂઆતથી જનરલ મોટોર્સ અમેરિકા માં વાહન બનાવતી કંપની માં અવ્વલ નંબર નું સ્થાન. 1960ની સાલમાં તો ફોર્બેસની ટોપ 500 કંપની માં પ્રથમ સ્થાન. પરંતુ એવું તો શું થયું કે એને 2009માં નાદારી ઘોષિત કરવી પડી? એવું તો હતું નહિ કે કારની માંગમાં ઘટાડો થયો કે માંગ જ બંધ થઇ ગઈ. ના, કારની માંગ(ચુલ્ટીકા નદી) તો વધતી જ જય છે જેમ જેમ વિશ્વમાં સમૃદ્ધિ વધે છે તેમ. પરંતુ અહીં જનરલ મોટોર્સની ટેક્નોલોજીન(ચુલ્ટીકા પુલ) નિષ્ફળ સાબિત થઇ. આ એજ ટેક્નોલોજીન જેના વિષે એ એવું માનતા કે અમારી સાથે સ્પર્ધામાં કોઈ ટકી ના શકે.જનરલ મોટર્સ એ ગ્રાહકની સમસ્યાઓની ઉપેક્ષા કરી અને સમય સાથે અનુકૂળ ન થઇ પરિવર્તનને ટાળતી રહી. અને એજ સમયે જાપાની કંપનીઓ હોન્ડા તેમજ સુઝુકી એ પોતાના એન્જિન ઉપર વિશેષ ધ્યાન આપ્યું. ગ્રાહકની માંગણીઓ પાર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ઓછા બળતણના વપરાશ થી વધુ માઈલેજ આપે એવી કારનું ઉત્પાદન કર્યું, તેઓ સફળતા રૂપી પુલ બનાવતા ગયા અને અને બજારમાં ટકી ગયા. ભવિષ્યની માંગ સમજીને એલન મસ્ક ટેસ્લા બ્રાન્ડ સાથે ઝડપથી ચાર્જ થતી ઇલેક્ટ્રિક કાર બજાર માં લાવ્યા છે.



આજે હોન્ડા, સુઝુકી, ટેસ્લા સફળતાની નવી સીમાઓ હાંસલ કરી રહ્યા છે જે એક જમાનામાં જનરલ મોટર્સ એ કરી હતી, પણ શું એ કાયમ ટકી શકશે? એ કેહવું એજ રીતે અઘરું છે જે રીતે ચુલ્ટીકા પુલ ના નિર્માણકર્તાઓ નદીનું વહેણ જ બદલાઈ જવા વિષે વિચારવાનું ભૂલી ગયા હતા.શ્રેષ્ઠ ઉદ્યોગ સાહસિકો જાણે છે કે ટેકનોલોજી રૂપી લેન્ડસ્કેપનું સર્વેક્ષણ કેવી રીતે કરવું જોઈએ અને જોઈ શકે છે કે નદી પુલની નીચેથી વહી રહી છે કે પોતાનો પ્રવાહ બદલવાની છે. આજ રીતે, નવા શરુ થતા સ્ટાર્ટઅપ્સ વર્ષોથી જામેલી કંપનીઓને હરીફાઈ આપી હરાવી શકે છે.


શૈક્ષણિક પરિપેક્ષ્યમાં સમજીએ તો આજે તમે તમારા ભણતર અને કૅરિયર પાછળ ઘણાં પૈસા ખર્ચી કાઢો છો. તમે કોઈ વિષય ની વિશેષજ્ઞતા હાંસલ કરી રહ્યા છો. પણ શું તમને ખબર છે કે આજે તમે કરી રહેલો કોર્સ ભવિષ્યમાં પણ એટલોજ સુસંગત રહેશે, કે પછી ચુલ્ટીકા પુલની જેમ બિનઉપયોગી સાબિત થશે.


આપણે આપણી આસપાસ ચાલતી સમસ્યાઓના નિરાકરણ માટે ઉપાયો(પુલ) શોધી રહ્યા છીએ પણ શું આપણું ધ્યાન એ તરફ જઈ રહ્યું છે કે આવનારા સમયમાં સમસ્યા(નદી) જ ધરમૂળથી બદલાઈ જશે. એ વિષે પણ ચોક્કસ વિચારવું રહ્યું. પોતાના વ્યવસાય કે શિક્ષણ બાબતે પરિસ્થિતિ ને અનુકૂળ થઇ બદલાવ લાવતા રેહવાની જરૂર છે.


નહિ તો, હોંડુરાસ ના સુંદર ચુલ્ટીકા પુલની જેમ બનીને રહી જવું પડશે જે હવે કંઈ જ કામનો નથી અને ક્યાંય લઇ જતો નથી.



રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ રાઇટર

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ટેક્નોલોજી વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature