નસીબના દરેક પાના પર નસીબ જાતે લખવું પડે છે


મુશ્કેલીઓ અને સમસ્યાઓ એ જીવનનો ભાગ છે અને ઘણા લોકો જીવનના વિવિધ તબક્કામાં એક થી વધુ વાર એ અનુભવે છે. આપણે આવનારા સમયમાં મજબૂત બનીશું કે નબળા પુરવાર થઈશું એનો આધાર આવી મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો આપણે કેવી રીતે કરીએ છીએ એના ઉપર છે. જયારે આવી મુશ્કેલીઓ અને સમસ્યાઓ સતત બને એટલે કે આપણને એમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય સૂઝે નહિ ત્યારે આપણે તેને વિપરીત પરિસ્થિતિ કે પ્રતિકૂળ પરિસ્થિતિ કહીએ છીએ અંગ્રેજીમાં એને “Adversity” કહે છે.


Adversity ઘણા સ્વરૂપે આપણાં દરવાજે આવીને ઉભી રહે છે. જેમકે યોગ્ય નોકરી અથવા પાયાની સુવિધાઓ વિનાનું જીવન, પરિવારના સભ્યનું અકાળ મોત, વ્યવસાયિક નિષ્ફળતા, પ્રતિષ્ઠા ગુમાવવી, વારંવાર અસ્વીકાર અને નિષ્ફળતાઓ, આવકની ખોટ, બિનતરફેણકારી અથવા પ્રતિકૂળ સંજોગો, વિગેરે. આજના આ લેખમાં એવીજ એક વ્યક્તિની વાત કરીશ કે જે આવી વિષમ પરિસ્થિતિને પરાસ્ત કરી એમાંથી બહાર આવે છે અને પોતાનું અલગ સ્થાન ઉભું કરે છે.

ઓપ્રાહ વિન્ફ્રે


અમેરિકામાં ઓપ્રાહ વિન્ફ્રેનું નામ ઘણું આદરથી લેવામાં આવે છે. તેઓ અમેરિકાના પ્રથમ આફ્રિકન -અમેરિકન અબજોપતિ મહિલા રહી ચુક્યા છે. પરંતુ આ સ્થિતિએ એમના પહોંચવા પેહલા એમની શું સ્થિતિ હતી તે જાણવી જરૂરી છે. તેમનો જન્મ મિસીસિપ્પીના અત્યંત ગરીબ પરિવારમાં કિશોરવયની એકલી રહેતી માતાના ત્યાં થયો હતો. બાળપણમાં એમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. 9 વર્ષની ઉંમરે તેઓ બળાત્કારનો ભોગ બન્યા હતા. 14 વર્ષની ઉંમરે ગર્ભવતી થયા અને તેમનો પુત્ર બાલ્યાવસ્થામાં જ મૃત્ય પામે છે. તેઓ એ ઘટના યાદ કરતા ભાંગી પડે છે. આ યાતનાઓ 20 વર્ષથી પણ ઓછી ઉંમરે એમણે વેઠી . આવા મહા દુઃખદાયક બાળપણ પછી તેમને પહેલી નોકરી ટીવી એન્કર તરીકે મળે છે. જોકે તેમાં પણ તેમને ઝાઝી સફળતા નથી મળતી કારણકે કેટલાક ન્યૂઝના રિપોર્ટિંગ વખતે તેઓ પોતે ભાવુક થઈને રડી પડતા. તેમની આ ઉણપ ના લીધે તેમને 1977ની સાલમાં એક ટોક શૉમાં કો-હોસ્ટ તરીકેની તક મળે છે. એ શૉમાં આવા ભાવુક હોસ્ટની જ જરૂર હતી. "નિષ્ફળતા એ સફળતાનો જ ભાગ છે" એ પાઠ તેઓ પોતાના શરૂઆતી કેરીઅરમાં જ સમજી લે છે અને આ ઘટનાને વાગોળતા કહે છે "જમીન પર પટકાવાથી દુનિયા કઈંક અલગ જ નજર આવે છે." ઓપ્રાહ ને તેની અંદર રહેલી એક વિશિષ્ટ ક્ષમતાનો એહસાસ થાય છે. 1986માં શરુ થયેલો "ધ ઓપ્રાહ વિન્ફ્રે શૉ" અમેરિકાના લાખો ઘરોમાં જોવાતો ટોક શૉ બને છે. 1988ની સાલમાં પોતે શિકાગોમાં સ્ટુડિયો ખરીદી પોતાની પ્રોડક્શન કંપની ઉભી કરે છે અને આ શૉ ની માલિકી પણ હસ્તગત કરે છે.


મનોરંજન જગતના સૌથી શક્તિશાળી ઉદ્યોગસાહસિક બનવા માટે તથા અમેરિકાના પ્રથમ આફ્રિકન-અમેરિકન મહિલા અબજોપતિ બનવા માટે ઓપ્રાહ વિનફ્રેએ ગરીબી, માતાપિતાની ઉપેક્ષા, જાતીય શોષણ અને નસ્લભેદ જેવા દુષણો જેવી અતિ વિપરીત પરિસ્થિતિને સખત હાર આપી.


અહીં ઓપ્રાહ વિન્ફ્રે ના દૃષ્ટાંતથી આપણે "How to deal with adversity" એ વિષે સમજ લેવાની જરૂર છે. અત્યંત યાતનામય બાળપણ તથા તરુણાવસ્થા વિતાવ્યા પછી ઓપ્રાહ પોતાના જીવનમાં અટકતા નથી. તેઓ પોતાની જાતને આવનારા વધુ કઠિન સમય માટે તૈયાર કરવાનું શરુ કરે છે. 14 વર્ષની નાદાન ઉંમરે માતા બનીને પુત્ર ગુમાવ્યા પછી તેઓ પોતાની જાતને આ સ્થિતિ માંથી બહાર લાવવા પોતાના ભણતર પાર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભણતર મેળવવા માટે પોતાના અલગ અલગ સગાવહાલાઓ પર તેઓ આશ્રિત હતાં. તેઓ પોતાનો એક "goal-ધ્યેય" નક્કી કરે છે અને ધ્યાન એમાં કેન્દ્રિત કરે છે. એ દરમિયાન તેઓ પ્રવચન, વ્યાખ્યાન તથા વક્તૃત્વકળા ખીલવવા ઉપર મેહનત કરે છે અને સ્કૂલમાં થતી ડિબેટમાં પણ નામ મેળવે છે. રેડિયોમાં પાર્ટ ટાઈમ નોકરીની સાથે તેઓ ટેનીસી સ્ટેટે યુનિવર્સિટીમાં સ્કોલરશીપ મેળવી સ્પીચ, કૉમ્યૂનિકેશન્સ તથા પર્ફોર્મિંગ આર્ટસ જેવા વિષયો સાથે પોતાનું ભણતર પૂરું કરે છે. અહીં ઓપ્રાહ “Advesrsity - પ્રતિકૂળ પરિસ્થિતિ” ડીલ કરવામાં મુખ્ય ચાર બિંદુઓ પર ધ્યાન લગાવે છે.

પરિસ્થિતિનો કાળજીપૂર્વક અભ્યાસ ઓપ્રાહ પોતાની પરિસ્થિતિથી વાકેફ છે. અને તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરી તેને એ કઈ રીતે બદલી શકે એ કાર્યમાં લાગી જાય છે.

વાસ્તવિકતાનો સ્વીકાર તેણી પોતાની વાસ્તવિકતાથી અજાણ નથી. એને ખબર છે આર્થિક તંગી છે અને એમાં એની પ્રાથમિકતા સારી સ્કૂલમાં અભ્યાસ મેળવવાની છે. એ માટે ભારે સ્કૂલ ફીસ કેવી રીતે ભરી શકે. તો એના માટે એ સારા નજીકના લોકોની મદદ લે છે, પોતે પાર્ટ ટાઈમ જોબ કરે છે અને લક્ષને નિહાળે છે.


જવાબદારીનો સ્વીકાર ઓપ્રાહનું જીવન જોતા તમને લાગશે કે અહીં તે પોતે જ પોતાની જાત પ્રત્યે જવાબદાર છે. 14વર્ષની ઉંમરે કોઈ જોડે ભાગી જઈ ગર્ભવતી બને છે પોતાનું બાળક ગુમાવે છે એ પછી એને એહસાસ થાય છે કે આ adverse condition ને બદલવું ફક્ત અને ફક્ત એના હાથમાં છે અને એ બદલાવ માટે એ પોતાની જાતને સમર્પિત કરે છે. પ્રથમ રેડિયો ઉપર પાર્ટ ટાઈમ નોકરી ત્યારબાદ ટીવી પર કો-હોસ્ટ તરીકેની નોકરી ત્યારબાદ પોતાના સુપ્રસિદ્ધ શો "ધ ઓપ્રાહ વિનફ્રે શો" સુધીની સફર ખેડે છે.


સમયસર યોગ્ય કાર્ય તરુણાવસ્થામાં એમના જીવન ને જોતાં જણાશે કે એ તેઓ માર્ગ ભટકી ગયા છે પરંતુ પોતેજ પોતાની ભૂલ પકડી સમયસર એને સુધારવાના કામમાં પોતાની જાતને જોડે છે.


ઓપ્રાહ એક મજબુત છોકરી પુરવાર થાય છે કે જેણે ક્યારેય સહેલાઈથી હાર માની ન હતી. તેણીને તેના પરિવારનો વધુ સપોર્ટ અને જોડાણ નહોતું તેથી તેણે નક્કી કર્યું કે તેના જીવનનું ઘડતર તેણે પોતે જ કરવાનું છે. પોતાની આત્મકથામાં તેઓ લખે છે "સફળ થનારા આપણા માટે કોઈને કોઈ રીતે માર્ગદર્શક હોય છે, અને મારા માટે એ માર્ગદર્શક શિક્ષકો અને શાળા હતી." આજે ઓપ્રાહ પોતાને નામે વિવિધ ઉદ્યોગો ધરાવે છે અને શિક્ષણ ક્ષેત્રે 400 મિલિયન ડોલર જેટલું દાન આપી ચુક્યા છે.


આપણે જયારે ક્ષતિગ્રસ્ત કે આઘાત પામેલ હોઈએ ત્યારે એમાંથી બહાર કેવી રીતે નીકળવું એ આપણા પર નિર્ભર કરે છે ક્યાંતો આપણે એ "adversity" ને લઈને બેસી રહીએ અને એને વાગોળીયા કરીએ અથવા તો ઓપ્રાહ ની જેમ કઈંક જુદા જ ભવિષ્યના નિર્માણમાં લાગી જઈએ.


મહાનાયક અમિતાભ બચ્ચન આ કવિતા એમજ થોડી કહી જાય છે! [સોની ટીવી]


'वापस आना पड़ता है, फ‍िर वापस आना पड़ता है,


जब वक्त की चोटें हर सपने हर लेती हैं,


जब राह की कीलें पग छलनी कर देती है,


ऐसे में भी गगनभेद हुंकार लगाना पड़ता है,


भाग्य को भी अपनी मुट्ठी अध‍िकार से लाना पड़ता है,


वापस आना पड़ता है, वापस आना पड़ता है.


कहां बंधी जंजीरों में हम जैसे लोगों की हस्ती, ध्वंस हुआ,


विध्वंस हुआ, भवरों में कहां फंसी कश्ती,


विपदा में मन के पल का हथियार चलाना पड़ता है,


अपने हिस्से का सूरज भी खुद ख‍ींचकर लाना पड़ता है,


प‍त्थर की बंद‍िश से भी क्या बहती नद‍ियां रुकती है,


हालातों की धमकी से क्या अपनी नजरें झुकती है,


किस्मत से हर पन्ने पर किस्मत लिखवाना पड़ता है,


जिसमें मशाल सा जज्बा हो वो दीप जलाना पड़ता है,


वापस आना पड़ता है, फिर वापस आना पड़ता है'





રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature