ધ્યાન (મેડિટેશન) એ ફક્ત નવી વ્યક્તિ અથવા વધુ સારી વ્યક્તિ બનવા વિશે નથી. પરંતુ તે આત્મ-જાગરૂકતાની તાલીમ અને પરિપ્રેક્ષ્યની સ્વસ્થ સમજ મેળવવા વિશે છે. અહીં તમે તમારા વિચારો અથવા લાગણીઓને રોકવાનો પ્રયાસ નથી કરી રહ્યા. અલબત્ત, તમે આ વિચારો/લાગણીઓ વિષે નિર્ણાયક થયા વિના તેનું નિરીક્ષણ કરવાનું શીખો છો. અને આખરે, તમે તેમને સારી રીતે સમજવાનું શરૂ કરો છો. ટૂંકમાં ધ્યાનમાં જવું એ એક સ્કિલ/કૌશલ છે. આધુનિક સમયમાં, યોગ અને ધ્યાન લોકોની દૈનિક ક્રિયાનો હિસ્સો બન્યા છે. આ યોગ અને ધ્યાન ના મૂળ સનાતન હિન્દુ પરંપરામાં રહેલા છે. જેનો પ્રભાવ અન્ય બે ધર્મ, જૈન તેમજ બુદ્ધ ઉપર પણ જોવા મળે છે.
‘ધ્યાનમ’ શબ્દ વૈદિક સાહિત્યમાં જોવા મળે છે. રિગ્વેદ તથા તૈતેરેય આરણ્યકમાં તે જોઈ શકાય છે. અને ત્યારબાદ કૌશિતકી ઉપનિષદમાં એનો શ્લોક જોવા મળે છે.
मनसा ध्यानमित्येकभूयं वै प्राणाः (કૌશિતકી ઉપનિષદ 3.2)
અર્થાત, મનથી, પ્રાણથી મારા (બ્રહ્મ ) પર ધ્યાન કરો .
ઉપનિષદની રચના પેહલા સંસ્કૃત શબ્દ ‘ध्यै ‘ જોવા મળે છે. જેનો અર્થ ગહન ધ્યાન થાય.
ધ્યાન એ સંસ્કૃત શબ્દ છે. "धि" નો અર્થ છે ગ્રહણ કરવું અથવા મન અને "याना" નો અર્થ છે ચાલવું અથવા જવું. આમ ધ્યાન એટલે મન(mind)ની ગતિ અથવા યાત્રા. તે મનની માનસિક પ્રવૃત્તિ છે.
ધ્યાન मौनम (મૌન) , धीरम (સ્થિરતા) અને वैराग्यम (વિરક્તતા) ની સાથે મનની અંદર અને બહાર આવતા વિચારોની આંતરિક અને બાહ્ય અવરજવરનું અવલોકન કરે છે. બ્રિટિશ વિદ્વાન જેનીન મિલરના જણાવ્યા મુજબ, વૈદિક પ્રાર્થના ધ્યાનની જ એક પ્રકાર હતી, જેમાં "દ્રષ્ટિ અને ધ્વનિ, આર્ષદ્રષ્ટા અને ગાન ઘનિષ્ટપણે રીતે જોડાયેલા હોય છે.”
આ ઉપરાંત ચાંદોગ્ય ઉપનિષદમાં આ શબ્દ "ચિંતન (contemplate), પ્રતિબિંબ (reflect) અને ધ્યાન (meditate)"ના સંદર્ભમાં દેખાય છે. જ્યારે પ્રશ્ન ઉપનિષદ ભારપૂર્વક જણાવે છે કે ॐ પર ધ્યાન બ્રહ્મ (અંતિમ સત્ય) તરફ દોરી જાય છે.
ઉપરાંત ,
श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते |
ध्यानात्कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम् ॥12॥ (ગીતા અધ્યાય 12, શ્લોક 12)
અર્થાત, મર્મ ને જાણ્યા વિના અભ્યાસ દ્વારા પ્રાપ્ત જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતાં મુજ પરમેશ્વરનું ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાનથી પણ કર્મ ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણકે ત્યાગથીજ પરમ શાંતિ મળે છે.
ભગવદ ગીતામાં અધ્યાય છ ને ધ્યાન યોગ તરીકે ઓળખાય છે.
यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता |
योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मन: ॥19॥ (ગીતા અધ્યાય 6, શ્લોક 19)
અર્થાત, જે રીતે વાયુ રહિત સ્થાને દીવા ની જ્યોત વિચલિત નથી થતી, એમ એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતેલા ચિત્તની કહેવાય છે.
નીચેની આકૃતિ જુઓ.
ઉપરની આકૃતિ જુઓ. અહીં મહર્ષિ પતંજલિ યોગના આઠ અંગો જણાવે છે. જેમાં સાતમા સ્થાન ઉપર ‘ધ્યાન’ આવે છે. ધારણા પછી અને સમાધિ પેહલાની સ્થિતિ. ધ્યાન (ચિંતનશીલ તન્મયતા) અને ધારણા (એકાગ્રતા) એકબીજા સાથે જોડાયેલા છે. બંને ને એકબીજાની જરૂર છે. ધ્યાનમાં, ધ્યાન કરનાર સક્રિય રીતે તેના ફોકસ પર કેન્દ્રિત થાય છે એ રીતે એ ધારણાથી અલગ છે.
આમ ધ્યાન એક યોગીને સમાધિ તરફ આગળ વધવા માટે તૈયાર કરે છે.
સ્વામી વિવેકાનંદ યોગસૂત્રોના ઉપદેશોનું નીચે મુજબ વર્ણન કરે છે.
"જ્યારે કોઈ ધ્યાન દ્વારા ધારણાના બાહ્ય ભાગને નકારે, અને માત્ર આંતરિક ભાગ પર જ ધ્યાન કેન્દ્રિત કરે, ત્યારે તે સ્થિતિને સમાધિ કહે છે."
ધ્યાન ના પ્રકાર:
1. મંત્ર ધ્યાન
ૐ મંત્ર એ એક અક્ષર વાળું ધ્યાન છે જે ધ્યાન કેન્દ્રિત કરવાના હેતુથી પુનરાવર્તિત કરવામાં આવે છે. કેટલાક આધ્યાત્મિક શિક્ષકો દાવો કરે છે કે ઉચ્ચારણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે યોગ્ય પ્રકારનાં “કંપન” સાથે સંકળાયેલું છે. મંત્રનું પુનરાવર્તન તમને તમારા મગજમાં ભરાયેલા વિચારોનું જોડાણ તોડવામાં મદદ કરે છે જેથી સંભવત શુન્યાવકાશ સ્થિતિ તરફ જઈ શકો. જે લોકો તેમનુ ધ્યાન મગજ પર કેન્દ્રિત કરવા માંગતા હોય તેમના માટે મંત્ર જાપ કરતી વખતે ધ્યાન કરવું વધુ સરળ બને છે. મંત્ર એક શબ્દ હોવાથી વિચારોને શબ્દો તરીકે સમજવામાં આવે છે. આમ, અનિયમિત વિચારોની આસપાસ ભટકવાનું મન કર્યા વિના તે મંત્ર-શબ્દો પર ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બને છે.
2. ટ્રાન્સેન્ડેન્ટલ ધ્યાન
સાલ 1955 માં મહર્ષિ મહેશ યોગીએ આ પ્રકારના ધ્યાનની રજૂઆત કરી હતી અને 60 ના દાયકાના અંતમાં અને 70 ના દાયકાના પ્રારંભમાં પશ્ચિમમાં લોકપ્રિયતા મેળવી ચુકી હતી. ધ બીટલ્સ અને બીચ બોયઝ જેવી પ્રખ્યાત હસ્તીઓ આ ધ્યાન ને અનુસરતા. આ કરવાની સામાન્ય રીત એ છે કે મંત્રનો ઉપયોગ કરવો અને બંધ આંખો સાથે દિવસમાં બે વાર અથવા ત્રણ વખત 15-20 મિનિટ કરવું. સ્ત્રી/પુરુષ અને ઉંમરના આધારે વ્યક્તિને મંત્રો આપવામાં આવે છે. તેઓ હિન્દુ દેવતાઓનાં કેટલાક તાંત્રિક નામ છે.
3. આત્મ-પૃચ્છા અને "હું કોણ છું?" ધ્યાન
આ ધ્યાન માટેનો મૂળ શબ્દ “આત્મ વિચાર” છે - જેનો અર્થ છે કે આપણો સાચો સ્વભાવ “તપાસ” કરવો અને “હું કોણ છું?” પ્રશ્ન, નો જવાબ સમજવાની ઇચ્છા રાખવી. 20 મી સદી દરમિયાન આને મહર્ષિ રમણ દ્વારા ખૂબ પ્રખ્યાત કરવામાં આવ્યું હતું. આધુનિક સમયમાં, અદ્વૈત ચળવળ અથવા સામાન્ય રીતે નિયો-અદ્વૈત તરીકે ઓળખાતી વિવિધતા તેમના શિક્ષણ દ્વારા પ્રેરિત છે. આ ધ્યાનમાં "હું કોણ છું?" પ્રશ્ન આંતરિક રીતે તમારે તમારી જાતને પૂછવાનો હોય છે. મૌખિક જવાબ નકારવામાં આવે છે. "હું" અહીં આત્મલક્ષી ગણી એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
4. યોગિક ધ્યાન
આ ઉપર પતંજલિ યોગસૂત્રમાં દર્શાવેલ ધ્યાનની પદ્ધતિ છે.
અહીં યોગિક પદ્ધતિમાં જોવા મળતી કેટલીક વિવિધતા
ત્રીજી આંખનું ધ્યાન: આનો ઉપયોગ ભમર વચ્ચેના સ્થળ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે થઈ શકે છે, જેને સામાન્ય રીતે ત્રીજી આંખ તરીકે ઓળખવામાં આવે છે.
કુંડલિની ધ્યાન: એક જટિલ પદ્ધતિ છે. મુખ્ય હેતુ તમારા કરોડના પાછળના ભાગમાં રહેતી કુંડલિની ઉર્જાને ઓળખવી અને તેને જાગૃત કરવાનો માર્ગ શોધવો , જે ધ્યાન તરફ દોરી જાય છે.
ત્રાટક ધ્યાન(એકધારું જોવું તે): આંખ ખુલ્લી રાખીને કરવામાં આવે છે. વ્યક્તિ બાહ્ય શરીર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ધ્યાન કેન્દ્રિત કરવા અને કલ્પના કરવા માટે મનની શક્તિનો ઉપયોગ કરે છે.
ચક્ર ધ્યાન: આ ધ્યાન કરનાર શરીરના સાત ચક્રોના ભાગો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
5. ક્રિયાયોગ ધ્યાન: આ તે લોકો માટે યોગ્ય છે કે જેમનો ભક્તિભાવ વાળો સ્વભાવ છે, અને તે ઉર્જા, શ્વાસ અને ધ્યાન કસરતોનું સંતુલન છે.
6. સાઉન્ડ મેડિટેશન: પ્રેક્ટિશનર્સ ધ્વનિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આજુબાજુના સંગીત સાથે ધ્યાન શરૂ કરે છે, તે સમયે “ઓમ” ના જપનો સમાવેશ પણ કરી શકે છે.
7. તંત્ર ધ્યાન: તંત્રની ખૂબ જ સમૃદ્ધ પરંપરા છે અને ધ્યાન કરવા માટે તેના પોતાના નિયમો છે. ઉદાહરણ, દુઃખની ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરવું,, બ્રહ્માંડ સંપૂર્ણપણે શૂન્ય છે તે વિચાર પર તીવ્ર ધ્યાન કેન્દ્રિત કરવું વિગેરે.
8. પ્રાણાયામ ધ્યાન : આ એક સંપૂર્ણપણે શ્વાસ લેવાની કસરતો પર આધારિત છે
જૈન ધર્મ પ્રમાણે, ધ્યાન મન, વાણી અને શરીરને શુદ્ધ કરે છે. જો કે, વિચારોને શુદ્ધ કર્યા વિના શરીર પર પીડા લાવવાનો કોઈ ફાયદો નથી. જે મનને સ્થિર કરે છે અને સ્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે નિશ્ચિતરૂપે મોક્ષ પ્રાપ્ત કરે છે. મન સ્થિર કરવા માટે ધ્યાન એ એક માત્ર સાધન છે.
જૈન ધર્મમાં ધ્યાનના મુખ્ય ચાર પ્રકાર છે:
આર્ત ધ્યાન દુ:ખ, વેદના અને વેદનાની માનસિક સ્થિતિ. "સામાન્ય રીતે ઇચ્છા અથવા દુ:ખદાયક વ્યાધી /બીમારી વિશે વિચારવાથી થાય છે.
રૌદ્ર ધ્યાન ક્રૂરતા, આક્રમક અને અધિકારાત્મક આગ્રહ સાથે સંબંધિત
સદ્ગુણી(ધર્મ) ધ્યાન "સદ્ગુણી" અથવા "રૂઢિગત", આત્મા, બિન-આત્મા અને બ્રહ્માંડના જ્ઞાનનો સંદર્ભ આપે છે.
આધ્યાત્મિક (શુક્લ) ધ્યાન પેટાભાગોમાં વિભાજીત (1) બહુવિધ ચિંતન (2) એકાત્મક ચિંતન, (3) સૂક્ષ્મ અચૂક શારીરિક પ્રવૃત્તિ (4) આત્માની બદલી ન શકાય તેવી સ્થિરતા.
માનસિક એકાગ્રતાનો અભ્યાસ આખરે આધ્યાત્મિક સ્વતંત્રતા -નિર્વાણ સુધી પહોંચવાના વિવિધ તબક્કાઓના માધ્યમ દ્વારા થાય છે. બૌદ્ધ ધર્મમાં ધ્યાન મુખ્ય સ્થાન ધરાવે છે.
બાહ્ય વિશ્વથી અલગતા અને આનંદ અને સરળતાની સભાનતા,
એકાગ્રતા, તર્ક અને તપાસના દમન સાથે,
આનંદથી મુક્તિ, સરળતાની ભાવના સાથે,
સરળતામાંથી પણ મુક્તિ, શુદ્ધ સ્વ અને સમાનતાની સ્થિતિ લાવવી.
બૌદ્ધ ધ્યાનના તબક્કાઓ હિન્દુ ધ્યાન (યોગ) સાથે ઘણી સમાનતાઓ દર્શાવે છે, જે પ્રાચીન ભારતમાં સામાન્ય પરંપરાને પ્રતિબિંબિત કરે છે.
વિપશ્યના શું છે?
વિપશ્યનાનો અર્થ આંતરદ્રુષ્ટિ થાય છે. પાલી ગ્રંથોના આધારે તે બૌદ્ધ ધ્યાનની મુખ્ય બે લાક્ષણિકતાઓમાની એક છે. બીજી લાક્ષણિકતા સમતા(મનની શાંતિ ) છે. 1950માં બુદ્ધિષ્ટ રાષ્ટ્ર બર્મામાં વિપશ્યના ચળવળની શરૂઆત થઇ હતી.
ધ્યાનથી થતા લાભ:
રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ
અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.