વાત ભારતના મંદિર સ્થાપત્યની

ભારત મંદિરોનો દેશ છે. ભવ્ય અને કલાત્મક મંદિરો ભારતની આગવી ઓળખ છે. હવે પ્રશ્ન એ થાય છે કે મંદિરોનું નિર્માણ ક્યારે અને કેવી રીતે શરુ થયું હશે. આપણે હમણાં જે આધુનિક મંદિરો જોઈએ છીએ એ પણ પ્રાચીન સમયમાં અસ્તિવમાં આવેલ સ્થાપત્ય શૈલીને જ અનુસરે છે. આ એક નિશ્ચિત સ્થાપત્યશૈલી છે જેમાં કેટલાક ફેરફરો અલગ અલગ પ્રદેશ અથવા તો સંપ્રદાયો પ્રમાણે જોવા મળે છે. ભારતમાં સિંધુ ખીણ સંસ્કૃતિ સૌપ્રથમ અસ્તિત્વમાં આવી. આ સિંધુ ખીણ સંસ્કૃતિમાં આપણને કોઈ મોટા મંદિરો જોવા મળતા નથી. પુરાતત્વવિદો અલગ અલગ મુદ્રાઓ શોધવામાં સફળ થયા છે, અને તેમાંથી જ તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે તે સમયે કોઈ મોટી ધાર્મિક સંરચના અસ્તિત્વમાં નોહતી, પરંતુ તેઓ અલગ અલગ નાની મૂર્તિ સ્વરૂપી દેવી દેવતાઓની પૂજા કરતા જશે જેમકે પશુપતિ મુદ્રા માટે એ શિવનો proto type કહેવાય છે તો નૃત્ય કરતી મહિલા ની મૂર્તિને પાર્વતી કહેવામાં આવે છે પરંતુ આ વિષે હજી કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર આવી શક્યા નથી.

2500 વર્ષ પેહલાની મૂર્તિ ડાન્સીન્ગ ગર્લ , (હાલ નેશનલ મ્યુઝિયમ, દિલ્હી )

ઈ.સ. પૂર્વે 1500ની આસપાસ એટલે કે વેદિક સમયગાળામાં યજ્ઞ મુખ્ય ધાર્મિક વિધિ હતો. આ યજ્ઞ માટે ઈંટો નો ઉપયોગ કરી યજ્ઞકુંડ બનાવામાં આવતો અને તેની અંદર અગ્નિ પ્રગટાવી સ્તોત્રોનો જાપ થતો. આ ધાર્મિક વિધિ કાયમી માળખું માંગતી નોહતી. યજ્ઞ થયા બાદ આ માળખાની જરૂર રહેતી નહિ. જેમ કે હાલ દુર્ગા પૂજા સમાપ્ત થયા પછી એના પંડાલની જરૂર રહેતી નથી એમ. તો પ્રશ્ન એ ઉભો થાય છે કે મંદિરો અસ્તિત્વમાં આવ્યા કઈ રીતે? એમાં ઇતિહાસકારો અને પુતત્વવિદો એવા મત પર પહોંચ્યા છે કે વૈદિક સમયમાં નદીના સંગમ સ્થાને, નદીના કિનારે કે ઝરણાં ની આસપાસ પથ્થર કે શીલા ને કોતરી દેવ સ્થાન બનાવવામાં આવતું. તે સમયે યક્ષ અને યક્ષિણી ની પૂજા થતી. બીજો એક વર્ગ એવું પણ મને છે કે આર્યો મધ્ય એશિયાના વિચરતા(નોમેડિક) લોકો હોઈ તેમના મંદિરો સ્થાનાંતરિત થતા હોય એટલે કે રથ ઉપર મુકવામાં આવતા હશે, અને જેને લીધે ઘણા મંદિરોની દીવાલમાં રથના ચિહ્નો જોવા મળે છે. બુદ્ધ અને મહાવીર ના સમયગાળા પછી ઈ.સ. પૂર્વે 326માં ગ્રીસથી એલેક્ઝાન્ડર ભારત આવે છે. એલેક્ઝાન્ડર ગ્રીસ, ઈજીપ્ત , મેસોપોટેમીયા, પર્સીયા વિગેરે ની સ્થાપત્યકાળથી ભારતને અવગત કરાવે છે. મૌર્ય કાળમાં પણ સ્તંભ-સ્તૂપ ના પુરાવા મળે છે પરંતુ હજી મંદિર વિષે કોઈ જાણકારી મળતી નથી.


મંદિરો અસ્તિત્વમાં આવ્યા એ પેહલા અસ્તિત્વમાં આવેલ કેટલીક ગુફાઓ.

વિશ્વકર્મા પ્રવેશ દ્વાર, બરાબરની ગુફાઓ ,બિહાર,ઈ.સ. પૂર્વે 3જી સદી

ઉદયગિરિ અને ખંડગિરી ગુફાઓ,ઓરિસ્સા ઈ.સ.પૂર્વે 2જી સદી

અહીં નોંધવા જેવી બાબત એ છે એ આ ગુફાઓ મોનોલીથીક (એક જ પથ્થર/શીલા માંથી બનાવેલ) હતી. જે તે સમયના લોકોની સ્થાપત્ય ક્ષેત્રે નિપુણતા સૂચવે છે.

સમ્રાટ અશોક દ્વારા નિર્મિત સાંચી સ્તૂપ, ઈ.સ પૂર્વે 2જી સદી ,બુદ્દિષ્ટ સ્થાપત્ય

પ્રાચીન ભારતમાં ગુપ્ત કાળમાં ભક્તિ ની શરૂઆત થાય છે. ગુપ્ત સમયમાં ત્રણ મુખ્ય દેવી દેવતાને પૂજવામાં આવતા 1. શિવ 2. વિષ્ણુ 3. દુર્ગા. આ જ સમયમાં ભગવાનના અલગ અલગ રૂપની મૂર્તિઓ અસ્તિત્વમાં આવવા લાગી. જેમકે વિષ્ણુ ના અલગ અલગ રૂપ. અને આ મૂર્તિઓ મંદિરોમાં સ્થાન પામી. આમ હિન્દુ ધર્મના સૌપ્રથમ મંદિરો ગુપ્ત કાળમાં અસ્તિત્વમાં આવ્યા. આ સૌપ્રથમ મંદિરો સાંચીમાં અસ્તિત્વમાં આવ્યા. આ એજ સાંચી છે જ્યાં સ્તૂપ પહેલેથી હાજર હતા.


આ મંદિરો 5 તબક્કાઓ માં વિકસિત થાય છે. આ વિવિધ પાંચ તબક્કાઓ ક્રમશઃ નીચે મુજબ દર્શાવેલ છે.


1. સપાટ છત (flat roof)

ટેમ્પલ નં. 17, સાંચી

ઉપરનો ફોટો જોતા જણાશેકે શરૂઆતી મંદિર ઘણું નાના આકાર અને ઓછી ઊંચાઈ ધરાવતું. મંદિર ઉપર શિખર હોતું નથી અને સપાટ છત ધરાવતું.


2. બીજો તબક્કો

નચના-કુથરા મંદિર, પન્ના, મધ્ય પ્રદેશ

આ તબક્કામાં પ્લેટફોર્મ ની ઊંચાઈ વધે છે. માળ જોવા મળે છે અને મંદિર નું કદ પણ મોટું થાય છે સાથો સાથ ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા પથ પણ જોવા મળે છે. અહીં મળી આવેલ કેટલાક મંદિરોમાં પ્રદક્ષિણા પથ ને ઢાંકવામાં(covered ambulatory) પણ આવતો


3. ત્રીજો તબક્કો:

દશાવતાર ટેમ્પલ, દેવગઢ , ઉત્તર પ્રદેશ

ગુપ્ત કાળના આ તબક્કામાં મંદિરનો આકાર ચોરસ જ રહ્યો. ઊંચાઈ ઔર વધી. ત્રિકોણ આકારનું શિખર સૌપ્રથમ વાર આ તબક્કમાં જોવા મળ્યું. સાથોસાથ પંચયતન શૈલી જોવા મળી.


શું છે પંચયતન શૈલી?


મુખ્ય મંદિરની આજુબાજુ ચાર નાના મંદિરો અસ્તિત્વમાં આવ્યા.

પંચયતન શૈલી

4. ચોથો તબક્કો:


આ તબક્કમાં પહેલાના ત્રણે તબક્કાની છાપ જોવા મળે છે અને અહીં મંડપ અસ્તિત્વમાં આવે છે. અને આકાર ચોરસમાંથી લંબચોરસ બને છે.

તેર ટેમ્પલ, સોલાપુર , મહારાષ્ટ્ર

5. પાંચમો તબક્કો:


આ તબક્કમાં શિખર સાથે સૌપ્રથમ વાર ગોળાકાર આકાર જોવા મળે છે.

મણિયાર મઠ, રાજગીર, બિહાર

ગુપ્ત કાળ પછી ભારતમાં ત્રણ પ્રકારની મંદિર સ્થાપત્ય શૈલી અસ્તિત્વમાં આવી.


1. નગર/નાગર શૈલી- ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઓરિસ્સાના સ્થાનિક રાજવંશો

2. દ્રવિડ શૈલી - દક્ષિણ ભારત - પલ્લવ અને ચોલા સામ્રાજ્ય

3. વિસેરા શૈલી - ડેક્કન -દક્ષિણ મહારાષ્ટ અને કર્ણાટક વિસ્તાર - ચાલુક્ય સામ્રાજ્ય



આ ત્રણ મુખ્ય શૈલી સાથે અલગ અલગ રાજવંશો થોડા ફેરફારો સાથે મંદિરોનું નિર્માણ કરતા. જેમકે નાયકા, હોયસાલા, વિજયનગર અને પાલા .


1. નગર/નાગર શૈલી - ઉત્તર ભારત


મંદિર વિકાસના આ પાંચ તબક્કા પછી ઉત્તર ભારતીય મંદિરની સ્થાપત્ય શૈલી નગર શૈલી અસ્તિત્વમાં આવી. નગર શૈલી એટલા માટે કહેવાતી કેમકે એ સમયે મુખ્ય નગરોમાં જ આ પ્રકારના મંદિરો અસ્તિત્વમાં આવ્યા.


અહીં ત્રણ સ્થાનોએ પ્રાદેશિક ફેરફાર નોંધવામાં આવે છે. ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઓરિસ્સા.


શું છે આ નગર/નાગર સ્થાપત્ય શૈલી?

નગર સ્થાપત્ય શૈલીનું ઉત્તર ભારતીય મંદિર

ઉપરના ફોટા સાથે સરખાવો.


કળશ મંદિરની ટોચ ઉપર

અમલક ગોળાકાર હિસ્સો। બરોબર કળશની નીચે।

શિખર મુખ્ય મંદિરનો ત્રિકોણીય હિસ્સો

ઉરુશ્રીંગ - મુખ્ય શિખર સાથેનું નાનું શિખર

ગર્ભગૃહ ભગવાન જ્યાં વિરાજમાન હોય

પ્રદક્ષિણા પથ મંદિર ફરતે પ્રદક્ષિણા -મંદિરના હિસ્સમાં જ

અંતરાલ મહામંડપ અને ગર્ભગૃહ વચ્ચેનો ભાગ

મહામંડપ એક કરતા વધુ મંડપ હોય ત્યારે મોટું મંડપ

મંડપ મંદિરમાં દાખલ થતા આવતો હિસ્સો

તોરણ નક્શી વાળું તોરણ

જગાતી પ્લેટફોર્મ

અધિષ્ઠાન મંદિરનો આધાર તલ/પ્લેટફોર્મ જેના ઉપર મંદિર ઉભું છે.



મંદિરના શિખરમાં પણ ત્રણ પ્રકાર જોવા મળતા


A રેખા - પ્રસાદ અથવા લેટિના

B ફમસાણા

C વલભી


A ઓરિસ્સા શૈલી


ઓરિસ્સામાં ગંગા રાજવંશ આ પ્રકારના મંદિરો બનવાનું શરુ કરે છે. અહીં મંડપ જગમોહન તરીકે ઓળખાતા.

ઉદાહરણ,


જગન્નાથ મંદિર, પુરી. આ મંદિર ને ઉપરની આકૃતિ સાથે સરખાવો, સામ્યતા ખબર પડશે.


15મી સદીમાં પહોંચેલ યુરોપિયન નૌકા સાહસિકો આ મંદિર ના ઊંચા સફેદ શિખરને જોઈ તેને 'white pagoda' તરીકે પણ સંબોધે છે.

જગન્નાથ મંદિર, પુરી

ઓરિસ્સમાં જ બીજું એક મંદિર સુપ્રસિદ્ધ છે. જેને આપણે કોણાર્કનું સૂર્ય મંદિર તરીકે ઓળખીએ છીએ .આ મંદિર તેના ડાર્ક રંગને લીધે બ્લેક પેગોડા તરીકે ઓળખાતું પૂર્વ મુખી આ મંદિરમાં સૂર્યની પેહલી કિરણ સીધી અંદર ગર્ભગૃહ સુધી આવે છે.

કોણાર્કનું સૂર્ય મંદિર

કોણાર્કનું સૂર્ય મંદિર

દિવાલમાં કોતરવામાં આવેલ એક પત્થરનું પૈડું

B ખજુરાહો શૈલી

ચંદેલ રાજવંશ દ્વારા નિર્મિત આ મંદિર અદભુત નક્શી કાર્ય ધરાવે છે. હિન્દૂ તથા જૈન એમ બંને પ્રકારની સ્થાપત્ય શૈલી આ મંદિરમાં જોઈ શકાય છે. વાત્સાયન કામસૂત્ર આધારિત નકશીકામ થયું છે. પંચયતન શૈલી પણ જોવા મળે છે.

કંડારીયા મહાદેવ મંદિર, ખજુરાહો, મધ્ય પ્રદેશ

C સોલંકી શૈલી


ગુજરાત આ રાજવંશ પરિવાર દરમિયાન આ શૈલીના મંદિરો અસ્તિત્વમાં આવ્યા. અહીં પ્રવેશ દ્વારમાં તોરણ અચૂક જોવા મળતું અને મંદિરની અંદર પ્રમાણમાં ઓછું નક્શી કામ જોવા મળતું.

આ શૈલીના મંદિરોના નિર્માણમાં સેંડસ્ટોન, બેસાલ્ટ તથા ક્યારેક માર્બલ નો ઉપયોગ જણાય છે.

મોઢેરાનું સૂર્ય મંદિર, ગુજરાત

2. દ્રવિડ શૈલી- દક્ષિણ ભારત


દક્ષિણ ભારતમાં મંદિરો બનવાની શરૂઆત 5 થી 6 સદી દરમિયાન થાય છે. ઉત્તર ભારતની જેમ અહીં પણ કેટલાક તબક્કાઓ બાદ મંદિર અસ્તિત્વમાં આવે છે. આ તબક્કાઓ વિગતવાર આ પ્રમાણે છે. અહીં સ્થાપત્ય શૈલી તથા મૂર્તિ નિર્માણ ઉત્તર ભારત કરતા અલગ સ્વરુપનું જોવા મળે છે.


દક્ષિણ ભારતમાં મંદિરોનો વિકાસ નો શ્રેય મુખ્ય 2 શાશકોને જાય છે, એક પલ્લવ અને બીજા ચોલા.


દક્ષિણ ભારતમાં ગુફા શૈલી ----> રથ શૈલી ----> સંરચનાત્મક મંદિર(Structural temples) આ રીતે મંદિરોનો વિકાસ થયો છે. અને આ મોટા સરંચનાત્મક મંદિરો ને આપણે દ્રવિડ શૈલીના મંદિરો તરીકે ઓળખીએ છીએ.



તબક્કો 1 : મહેદ્રવર્મન પલ્લવ સમૂહ


આ સમૂહમાં કોઈ એક શિલામાં મંડપ બનાવવાં આવતું અને ત્યાં લોકો ભેગા થઇ સાધના કે ભક્તિ કરતા. અહીં એકજ શિલામાંથી બનેલ ગુફા જોઈ શકાય છે. એમાંથી કેટલાક ચૈત્યો હતા તો કેટલાક જૈન મંદિરો પણ હતા.

પલ્લવ ગુફા મંદિર, ત્રિચી, તામિલનાડુ

મહેન્દ્રવાડી, રોક કટ ટેમ્પલ, તામિલનાડુ

2 નર્સિંહવર્મન સમૂહ


નર્સિંહવર્મન મામલ્લા તરીકે ઓળખાતો જેનો અર્થ મહાબલી થાય અને ત્યાં એને મહાબલિપુરમ નામનું શેહર સ્થાપ્યું . આજ જગ્યાએ રથ મંદિર પણ મળી આવે છે.

મહાબલીપુરમ, તામિલનાડુ

કેટલીક મહત્વપૂર્ણ રચનાઓમાં શામેલ છે:


ગંગા નું અવતરણ અથવાતો અર્જુનના તપ તરીકે ઓળખાતો - એક વિશાળ રોક

પંચ રથ (પાંચ રથ) - પાંડવો (અર્જુન, ભીમ, યુધિષ્ઠ્ર, નકુલા અને સહદેવ) અને દ્રૌપદીના નામ પરથી એક શીલા આધારિત પિરામિડલ રચનાઓ.

ગુફા મંદિરો - 7th મી સદીમાં દસથી વધુ રોક-કટ મંદિરો. જેમાં વરાહ, આદિ વરાહ, કૃષ્ણ, મહિષાસુરમર્દિની (દુર્ગા), રામાનુજા, ધર્મરાજા, કોનેરી, કોટીકલ, પાંચ પાંડવ અને અન્યનો સમાવેશ થાય છે.

શોર ટેમ્પલ કિનારાનું મંદિર



ગંગા નું અવતરણ અથવાતો અર્જુનના તપ તરીકે ઓળખાતો - એક વિશાળ રોક

3. રાજસિંમ્હા સમૂહ


અહીં દ્રવિડ શૈલિની સંરચનાત્મક રચના જોવા મળે છે.

કૈલાશનાથર મંદિર, કાંચી, તામિલનાડુ

કૈલાશનાથર મંદિર, મંદિરના પિલર ઉપર કેટલીક પૌરાણિક આકૃતિઓ

4 નંદીવર્મન સમૂહ


આ સમૂહમાં પ્રમાણમાં નાના મંદિરો અસ્તિત્વમાં આવ્યા અને આ મંદિરોથી પ્રેરિત થઇ ચોલા રાજાઓએ દ્રવિડ શૈલીના મંદિરોનું નિર્માણ કર્યું.


પલ્લવ શાશકોના આ મંદિર નિર્માણના તબક્કાઓ પછી ચોલા શાશકો આ કામ આગળ વધારે છે.


દ્રવિડ શૈલી - ચોલા શૈલી

ચોલા શૈલી મંદિરો ની લાક્ષિણતા નીચે મુજબ છે. ઉપરની આકૃતિ સાથે સરખાવો


ગોપુરમ પ્રવેશ દ્વાર

બાલી પીઠમ

ધ્વાજા સ્તંભમ

મંડપમ એસેમ્બલી હોલ

મહા મંડપમ

વિમાનમ મંદિરનું શિખર

પ્રકારમ દ્રવિડ શૈલીમા ગર્ભગૃહ ની આજુબાજુનું મંદિર પરિસર


આ લક્ષણો તમે દક્ષિણ ભારતીય મંદિરોમાં જોઈ શકો છો.



ગોપુરમ

રામનાથસ્વામી મંદિર, મંડપમ

વિમાનમ

પ્રકારમ -એરિયલ વ્યૂ , મંદિરના પટાંગણમાં મોટો ખુલ્લો હિસ્સો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

ચોલા સામ્રાજ્ય સમયગાળાના કેટલાક અદભુત મંદિરો

બ્રિહદેશ્વર મંદિર, થાંજાવુર, તામિલનાડુ

બ્રિહદેશ્વર મંદિર, થાંજાવુર, તામિલનાડુ

નરસિંહ ભગવાન રાક્ષશોનો વધ કરતા

ગંગાઇકોન્ડા, ચોલાપુરમ

ઐરાવતેશ્વર મંદિર , કુમ્બાકોનમ, તમિલ નાડુ,

એવું માનવામાં આવે છે કે ચોલા સામ્રાજ્યનો એટલો પ્રભાવ હતો કે સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં ચોલા શૈલીના મંદિરોનો પ્રભાવ જોવા મળે છે. જેમકે કંબોડીયા, મલેશિયા, વિયેતનામ, મ્યાનમાર વિગેરે

3. વિસેરા શૈલી


મંદિર શિલ્પ શૈલીનો ત્રીજો એક પ્રકાર વીસેરા છે, જે ડેક્કન માં જોવા મળે છે.


આ શૈલી ચાલુક્ય રાજવંશ માં વિકસી હતી અને એ ઉત્તર ભારતની નગર શૈલી અને દક્ષિણ ભારતની દ્રવિડ શૈલીનું એક હાઈબ્રીડ સ્વરૂપ હતું. આ મંદિરો દ્રવિડ શૈલીના મંદિરો જેટલી ઊંચાઈ ધરાવતા નથી.


વિસેરા શૈલીના કેટલાક ઉદાહરણો ,

રાષ્ટ્રકૂટ રાજવંશ દ્વારા નિર્મિત કૈલાશ મંદિર, ઈલોરા, મહારાષ્ટ્ર

ચાલુક્ય રાજવંશ દ્વારા નિર્મિત ડોડાબસપ્પા મંદિર , ડમ્બલ, કર્ણાટક

વિજયનગર શાશકો દ્વારા નિર્મિત વિઠ્ઠલસ્વામી મંદિર, હમ્પી, કર્ણાટક

ઉપરના આ પ્રકાર સિવાય બંગાળમાં એક વિશિષ્ટ શૈલી જોવા મળતી હતી. જેને બંગલા ડોમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ શૈલી મુઘલોને પણ પસંદ પડતા તેઓ પોતાના સ્થાપત્યમાં એનો સમાવેશ કરે છે.

જોર બંગલા મંદિર, પશ્ચિમ બંગાળ

દક્ષિણેશ્વર મંદિર, કોલકાતામાં બંગલા ડોમ સ્થાપત્યની ઝાંખી જોવા મળે છે.

કામાખ્યા મંદિર, આસામ - આ નીલાંચલ શૈલી તરીકે પણ ઓળખાય છે.

આ રીતે મંદિરો ભારતમાં વિકસતા ગયા. કન્યાકુમારી ખાતે વિવેકાનંદ રોક મેમોરિયલ મંદિર ભારતની અલગ અલગ મંદિર શૈલીઓનું મિશ્રણ છે.

આ મંડપમ, જે સ્વામી વિવેકાનંદના સન્માનમાં ઉભું કરવામાં આવ્યું છે તે નીચેના વિભાગ નો સમાવેશ કરે છે:


વિવેકાનંદ મંડપમ


  • ધ્યાન મંડપમ એ બાજુના છ ઓરડાઓ સાથે મેડિટેશન હોલ છે.

  • સભા મંડપમ એ એસેમ્બલી હોલ છે જેમાં પ્રલિમા મંડપમ (સ્ટેચ્યુ સેક્શન) ના બે ઓરડાઓ, એક કોરિડોર અને ખુલ્લા પ્રકારમ (બાહ્ય આંગણા) સભા મંડપમની આજુબાજુ છે.

  • મુખ મંડપમ



આ તે સ્થાન છે જ્યાં તેમને જીવનનો હેતુ મળ્યો.


શ્રીપદા મંડપમ


આ ચોરસ હોલમાં નીચેની રચનાઓ શામેલ છે.


ગર્ભ ગૃહમ

આંતરિક પ્રકારમ

બાહ્ય પ્રકારમ

આઉટર પ્લેટફોર્મ


ખરેખર, ભારત અતુલ્ય છે!! આવા ભવ્ય મંદિરોની ભૂમિ ભારતને વંદન!!

રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.

કૉમેન્ટ્સ (Responses)
Copyright @gujaratibynature