વાત બે અમેરિકન ભાઈઓની ઊંચી ઉડાન ની



વિશ્વ જેમ જેમ સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ હવાઈ મુસાફરી કરનારાઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે. મારી કુતુહલતા અહીંથી શરુ થાય છે. એક સદી પેહલા હવાઈ મુસાફરી કેવી રીતે શરુ થઈ હશે અને શું શું પડકારો રહ્યા હશે?



આધુનિક હવાઈ મુસાફરીનો શ્રેય અમેરિકાના રાઈટ બંધુઓને જાય છે. આ પેહલા હવાઈ મુસાફરી નવલકથાઓ તથા પૌરાણિક કથાઓમાં વાંચવા મળતી. આ પેહલા કોઈએ પ્રયોગાત્મક રીતે આ દિશામાં વિચાર્યું નોહતું. આજે આધુનિક એરોપ્લેનનું ઉત્પાદન કરી અબજો રૂપિયા કમાનારી એરબસ, બોઇંગ જેવી કંપનીઓ માટે આ બે ભાઈઓ માર્ગ બનાવવા જઈ રહ્યા હતા.


ચર્ચના પાદરીના ત્યાં જન્મેલા બંને બાળકો પોતાની હાઈ સ્કુલનું ભણતર પણ પૂરું કરી શક્યા નોહતા. પોતાના પિતા તરફથી રમકડાં સ્વરૂપે મળતાં હેલિકોપ્ટર તેમની કુતુહલવશતા વધારે છે. તેઓ પોતાની ડિઝાઇન કરેલી સાયકલની દુકાન પણ શરુ કરે છે રાઈટ બંધુઓ વૈજ્ઞાનિક સંશોધનને ધ્યાનમાં રાખીને વિવિધ યાંત્રિકી પ્રોજેક્ટસ પર કાર્યરત રહેતા. તેઓ જર્મન વિમાનચાલક લિલિએન્થલના સંશોધનને બારીકાઈથી સમજી ને પોતાના આગળના પ્રયોગો માટે ઉત્તર કેરોલિનાના કિટ્ટી હૉક નામની જગ્યાએ સ્થળાંતરિત થાય છે. કિટ્ટી હૉક ખૂબ ઝડપી પવનો માટે પ્રખ્યાત જગ્યા છે.


વિલબર અને ઓરવીલ રાઈટ ફ્લાઈટની પાંખોની ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ પક્ષીના ઉડાનોનું બારીકાઈથી નિરીક્ષણ કરે છે. પક્ષીઓ કઈ રીતે પોતાની પાંખો કોણીય કરી પોતાનું સંતુલન અને નિયંત્રણ જાળવે છે એનું અનુકરણ કરવાનું નક્કી કરે છે. "વિન્ગ રેપિંગ" ની ધારણા પર સાલ 1903 માં તેઓ સૌપ્રથમ ભારે વિમાનનું ઉડ્ડયન કરવામાં સફળ બને છે, જે તેમની એક અસાધારણ સિદ્ધિ બની રહે છે. પોતાના અથાગ પરિશ્રમ છતાં અમેરિકામાં તેમને પ્રશંશા સાંપડતી નથી. વોશિંગ્ટન પોસ્ટ એ સમયે લખે છે: "માલવાહક હવાઈ જહાજ જેવી વસ્તુ હકીકત માં ક્યારેય જોવા મળશે નહિ."


1908ની સાલમાં રાઈટ બંધુઓ યુરોપ તરફ પ્રયાણ કરે છે. ફ્રાન્સમાં તેમને અદભુત પ્રતિસાદ મળે છે. તેઓ વિવિધ રાજ્ય અધિકારીઓ, મુખ્ય નેતાગણ તથા પત્રકારોને હવાઈ સવારી કરાવે છે. તેઓ સતત પ્રેસમાં બની રહે છે. તેઓ અહીં મોટી હસ્તી બને છે અને વિવધ રાજાઓ તથા રાજ્ય વડાઓ દ્વારા તેમને આમંત્રણ મળે છે. અમેરિકા પાછા ફરતા પેહલા યુરોપેમાં વિમાનો વેચવાનું શરુ કરે છે અને મોટા ઉદ્યોગપતિ બની રહે છે. હવે અમેરકામાં તેઓ વિમાનના ઉત્પાદન તથા વેચાણના મોટા કરારો કરવા જઈ રહ્યા છે. પોતાના સંશોધનો માટેની ક્રેડિટ બંને ભાઈઓ સયુંકત રીતે લે છે. આખી જિંદગી તેઓ આ સબંધ જાળવી રાખે છે. તીવ્ર વ્યાપારિક કોઠાસૂઝ સાથે વિલ્બર રાઈટ કંપનીમાં હેડ ઓફ ઓપરેશન્સ અને કંપની પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે.


નાની સાયકલની દુકાનથી મોટી વિમાન ઉત્પાદક રાઈટ કંપની બનવાની આ સફર આપણને ઘણું શીખવી જાય છે.


નિષ્ફળતાથી ડરશો નહીં. કયારેય હતાશ થશો નહીં. રાઈટ બંધુઓની પ્રથમ ફ્લાઈટ ના શાક્ષી બનેલ એક વ્યક્તિ લખે છે. :- “આ કોઈ તેમના નસીબનો ખેલ નોહતો પરંતુ તેમના અથાગ પરિશ્રમ અને વ્યવહારિક જ્ઞાનનું પરિણામ હતું. બંને ભાઈઓએ પોતાનું સપનું સાકાર કરવા પોતાના તન, મન અને આત્માને એ કાર્યમાં સમર્પિત કર્યાં.”


ગણતરીપૂર્વકનું જોખમ ખેડો. પોતાની પ્રયોગાત્મક ઉડાન વખતે તેઓ કિટ્ટી હૉક નો રેતાળ સમુદ્રતટ પસંદ કરે છે, તે ઉપરાંત તેઓ જમીન થી ઓછી ઊંચાઈની ઉડાન ભરે છે. તે સાથે પ્રયોગાત્મક ઉડાનમાં એક જ ભાઈ ભાગ લે છે કેમકે જો વિમાન ક્રેશ થઇ જાય તો એક ભાઈ તો જીવિત રહે આ સપનું આગળ વધારવામાં.


કોઈ પ્રચાર યોજના બનાવો, પરંતુ ત્વરિત સફળતાની અપેક્ષા રાખશો નહીં.- પોતાની સફળ ઉડાન પછી પણ અમેરિકામાં મળેલ ફિક્કા પ્રતિસાદથી તેઓ બીજા નવા વિશાળ બજાર યુરોપ તરફ નજર માંડે છે. પ્રેસના સંપર્કમાં રહે છે. નવી વ્યૂહરચના ઘડી વગદાર લોકોને હવાઈ સફારી કરાવે છે. આ વ્યૂહરચના કામ આપે છે અને એમની પ્રોડક્ટ પ્રચલિત થાય છે.


શૉર્ટકટ હોતા નથી - એક સફળ પ્રોડક્ટ બનાવતા બંને ભાઈઓએ પોતાની જુવાની સમર્પિત કરી, કઈ રાતોરાત એમને સફળ ઉડાન હાસિલ નથી થઇ. પ્રભુ શ્રી રામ કે શ્રી કૃષ્ણ પણ ચોક્કસ યોજના હેઠળ અને ધીરજથી કામ પાર પાડે તો અપણે તો મનુષ્ય છીએ.


કાયદાનું પાસું મજબૂત રાખો - શું તમને ખબર છે ઉપરની આટલી સરળ લાગતી કથામાં રાઈટ બંધુઓને કેટલી કાયદાકીય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો? પોતે શોધેલા ઉત્પાદ બજારમાં લાવતા તેમના પર પેટન્ટ ના 30 જેટલા કેસ થાય છે. પરંતુ આગવી કોઠાસુઝ ધરાવતા ભાઈઓ આને માટે એક નિષ્ણાંત પેટન્ટ વકીલ રાખે છે. જે તેમનું પટેટન્ટ એટલું મજબૂત કરે છે કે ભવિષ્યમાં કોઈ એને પડકારી ના શકે. વિમાનની સાથે સાથે 3-એક્સિસ ટેક્નોલોજીનું પેટન્ટ પણ તેમને નામ થાય છે. જે એમને આવનારા નવા કરારો માં મદદરૂપ થવા જઈ રહ્યું હોય છે. આપણે પણ જ્યાં જરૂર જણાતી હોય ત્યાં કાયદા નિષ્ણાતોની સલાહ સૂચન લેવામાં શરમ રાખવી જોઈએ નહિ. નહિ તો ઊંઘતા ઝડપાવાનું થઇ શકે.


હંમેશા શીખતા રહો- બંને ભાઈઓ ન તો એન્જીનીઅર હતા કે ના ગ્રેજ્યુએટ તેમ છતાં લિલિએન્થલના સંશોધન પપેર્સની મદદ લઇ પોતે એક આગવી ડિઝાઇન તૈયાર કરે છે. તમે કોઈપણ ક્ષેત્રમાં હોવ જ્ઞાનમાં વધારો કરતા રેહવું અને એમાં up-to-date રહેવું હમેશા ફાયદાકારક નીવડે છે



પ્રાથમિક સફળતાથી અચંબો ના પામો કેમકે હજી વધારે કૈંક રાહ જોઈ રહ્યું છે - 1000 ફૂટ સુધીનું અંતર કાપતી એમની ઉડાન વખતે જ ફ્રેન્ચ તથા અમેરિકેન સરકાર અને બીજા ખાનગી રોકાણકારો તેમના સંપર્કમાં આવે છે પરંતુ તેઓ વિચલિત થયા વગર પોતાની ઉડાન 25 કિમિ સુધી લઇ જવા માટે કાર્યરત રહે છે.


સતત પરીક્ષણ કરતા રહો - બંને ભાઈઓ કઈ ઓફિસમાં બેસી દિવાસ્વપ્ન નોહતા જોતા પરંતુ તેઓ ખરેખર ફિલ્ડ માં હતા. અને જે આઈડિયા પીચ કરી એના માટે પોતાની જાતને જોખમમાં મૂકી અને આખરે સફળતા હાથ લાગી.


તમે પણ જો આવી આઈડિયા ધરાવતા હોવ તો એનું પરીક્ષણ કરતા રહો, તેને પીચ કરો રોકાણકારોને તેની સમજ આપો શું ખબર તમે પણ કોઈ "રાઈટ કંપની" નિર્માણ કરી દો.





રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ રાઇટર

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ટેક્નોલોજી વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature