વાત એક મેક્સિકોની મુઘલ રાજકુમારીની

મુઘલ રાજકુમારી - કેટરીના-દ-સાન-જુઆન

વાસ્કો-દ-ગામ ભારત આવવાનો દરિયાઈ માર્ગ સાલ 1497માં શોધે છે. ત્યારબાદ અંગ્રેજો, વલંદાઓ, ફ્રેન્ચ અને ફિરંગીઓની ની નજર ભારત પર પડે છે. આ તેમના ભારતમાં ઘણા શરૂઆતી વર્ષો હતા. હજી તેમના વચ્ચે અંદરોઅંદર વર્ચસ્વની લડાઈ શરુ થઇ નોહતી. આ તે સમય હતો જયારે વિદેશીઓ ભારતની સમૃદ્ધિ જોઈ અહીં વ્યાપારિક હેતુ સિદ્ધ કરવા આકર્ષાયા હતા. પરંતુ , ભારતીય લોકો આ રીતે વિદેશમાં દરિયાઈ માર્ગે સ્થાયી થવા ગયા હોઈ એવી કોઈ ઘટના જોવા મળતી નથી.




સાલ 1922 માં પ્રકાશિત ઘી ઈન્ડિપેન્ડન્ટ માં એનીડેટ જોહન્સન પોતના લેખમાં અમેરિકાના પશ્ચિમી કિનારા કેલિફોર્નિયામાં એક પંજાબી મેક્સિકન મિશ્ર પરિવાર સાથે તેની બેઠકનું વર્ણન કરે છે. જોહન્સનને અમેરિકાના આ પશ્ચિમી કાંઠે મેક્સિકોના લોકો તથા ભારતીયો વચ્ચેના લગ્ન સબંધો વિષે જાણીને આશ્ચર્ય થયું. જોકે આ ઘટના 1922ની છે પરંતુ જોહન્સનને એ ખબર નહિ હોય કે અમેરિકા જવા માટે પેસિફિક મહાસાગર પાર કરનારા આ પ્રથમ ભારતીયો નોહતા. તેને ખબર નોહતી કે ટ્રાન્સએશિયાનિક પ્રવાસ ખેડનારી એક સ્ત્રી હતી જે ત્રણસો વર્ષ પેહલા ત્યાં પહોંચી હતી.



17મી સદીમાં મેક્સિકો (સ્પેનિશ વસાહત) સાથે ભારતીય ઉપમહાદ્વીપનો દરિયાઈ વ્યાપારિક માર્ગ ફિલિપાઇન્સ થઇ પેસિફિક મહાસાગર વાટે હતો. જહાજો મનિલા થઇ સ્પેનિશ કોલોની મેક્સિકો ખાતે પહોંચતા. અહીં સ્થાયી થયેલા અન્ય ભારતીયો વિષે માહિતી મળતી નથી પરંતુ એક ભારતીય સ્ત્રી વિષે માહિતી મળે છે જે આજે પણ ત્યાં એક દંતકથા રૂપ નામ છે.



સાલ 1607 માં મુઘલ પરિવારમાં જન્મેલ અને અકબરની ભત્રીજી નું દસ વર્ષની ઉંમરે પોર્ટુગીઝ લૂંટારુઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તે રાજકુમારી મીરા તરીકે પ્રખ્યાત હતી. પોર્ટુગીઝ લૂંટારુઓ પ્રથમ તેને કોચીન બંદરે લઇ જાય છે અને ત્યાંથી તેને દરિયાઈ માર્ગે ફિલિપાઇન્સ લઇ જાય છે. અને ત્યાં તે સ્પેનિશ વેપારીઓને ગુલામ તરીકે વેચે છે. સ્પેનિશ વેપારીઓ દ્વારા તે અંતમાં મેક્સિકો સુધી પહોંચે છે. મેક્સિકોમાં તેને પુએબલા નામના શહેરમાં લઇ જવામાં આવે છે. જ્યાં તેનું કેથોલિક માં ધર્મપરિવર્તન કરી નવું નામ કેટરીના-દ-સાન-જુઆન નામ આપવામાં આવે છે.


મિગ્યુએલ કેબ્રેરા (1695-1768) દ્વારા બનેલ ચિત્ર, મિશ્ર જાતિના કુટુંબને દર્શાવતી. મહિલાએ ડ્રેસ પહેર્યો છે જે ભારતીય ચિન્ટઝ જેવો લાગે છે, જે તે સમયે લોકપ્રિય નિકાસ હતી.

કાર્લ નેબેલ, "પોબલાનાસ" (1836) ગામની મહિલાઓને તેમના લાક્ષણિક ડ્રેસમાં બતાવે છે, જે મેક્સીકન રાષ્ટ્રીય પોશાક માટેનો આધાર હતો


કોલોનિયલ મેક્સિકોમાં કેટલાક લેખકો દ્વારા કેટરીના વિષે લખવામાં આવ્યું છે. અને તેમાં રેમોસનું 3 વોલ્યૂમ માં લખાયેલી નોંધ આધારભૂત માનવામાં આવે છે. કેટરીના મેક્સિકોમાં ચાઇના સ્લેવ તરીકે પણ પ્રખ્યાત હતી તેનું કારણ શરૂઆતમાં જ્યારે તે ત્યાં પહોંચી હતી તે સમયના તેના પોશાક અને પૂર્વીય એશિયામાંથી(ભલે એ કોઈપણ દેશના હોય) આવતા ગુલામ ચાઇના સ્લેવ તરીકે ઓળખાતા. એવું કહેવાય છે કે કેટરીનાને ખરીદનાર દંપતી સંતાન વિહોણું હતું. તેથી કેટરીનાનો ઉછેર એ ઘરમાં કેથોલિક તરીકે ઘણી સારી રીતે થયો હતો. આ દંપતીના અવસાન બાદ એટલે સાલ 1624 પછી કેટરીના ખ્રિસ્તી ધર્મ માં વિશેષ રુચિ લેવાનું શરુ કરે છે. તે પોતાનું જીવન અંત સમય સુધી એક સ્ત્રી પાદરી તરીકે ચર્ચને સમર્પિત કરે છે. એક કથા એ પણ પ્રચલિત છે કે એ જયારે શરૂઆતમાં તેના ભારતીય પોશાક લઇ ગઈ હતી ત્યારબાદ તેણી એ તેને સ્પેનિશ પોશાક સાથે એક નવીજ શૈલી વિકસિત કરી જે મેક્સિકન મહિલાઓમાં આજે પણ પ્રચલિત છે.

પુએબલામાં કેટરીના-દ-સાન-જુઆનના ઘરે સેરેમિક ની તક્તી

પુએબલામાં કેટરીના-દ-સાન-જુઆનનું ઘર

કેટરીના-દ-સાન-જુઆન, ફાઉન્ટેઇન ,પુએબલા, મેક્સિકો

પુએબલામાં કેટરીના-દ-સાન-જુઆનનું પૂતળું

એવું નોંધવામાં આવ્યું છે કે, સાલ 1688માં કેટરિનાના મૃત્યુ વખતે આખું પુએબલા શહેર દુઃખની ગર્તામાં ડૂબી જાય છે. આનથી એ જાણવામાં મળે છે કે કેટરીના-દ-સાન-જુઆન સ્ત્રી પાદરી તરીકે શહેરમાં કેટલા પ્રખ્યાત હશે. તેની અંતિમ વિધિમાં તે સમયના મેક્સિકોના ઘણા મોભાદાર ગણાતા લોકો હાજર રહ્યા હતા. તે સમયના પ્રખ્યાત પાદરી ફાન્સીસકો અગ્યુંલેરા હજારો માણસોની જનમેદની વચ્ચે રડતી આંખો અને ભારે દુઃખ સાથે "ચાઇના પોબ્લાના (કેટરીના)" માટે પ્રશંશા વ્યાખ્યાન આપે છે. મૃત્ય કેટરીનાને એક દેવતાઈ છબી અપાવી જાય છે. તેના ભક્તો દ્વારા તેની મૂર્તિઓ બનાવી વંહેચવામાં આવે છે. તેના માનમાં શિલામુદ્રણ કરવામાં આવે છે. તે ઉપરાંત તેના બંને ઘરોને તીર્થ સ્થાન તરીકે ફેરવી નાખવામાં આવે છે જે આજે પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે.

રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature