વાત આઝાદ ભારતની એક સ્ટાર્ટઅપ બ્રાન્ડ ની


[પ્રાચીન ભારતમાં સૌંદર્ય પ્રસાધન નો ઉપયોગ]

[શ્રી બી બી લાલ ના પુસ્તક The Saraswati Flows on: The Continuity of Indian Culture. 2002 માંથી]

સૌંદર્ય પ્રસાધનો (કોસ્મેટિક્સ) નો ઉદ્ભવ ઈજીપ્ત અને ભારતમાં થયો હશે એવું માનવામાં આવે છે. પરંતુ કોસ્મેટિક્સ પદાર્થોના પ્રારંભિક રેકોર્ડ્સ અને તેના વપરાશ જોતા તેની શરૂઆત ઈ.પૂ.2500 થી ઈ.પૂ.1550 ની આસપાસ ભારતની સિંધુ ખીણ સંસ્કૃતિમાં થઇ હોય એવું માનવામાં આવે છે. પ્રાચીન ભારતમાં પુરુષો અને મહિલાઓ દ્વારા સૌંદર્ય વિશેના અદ્યતન વિચારો અને વિવિધ કોસ્મેટિક વપરાશના ઘણા પુરાવા ઉપલબ્ધ છે. આમાંની ઘણી પદ્ધતિઓ ‘ऋतु’ અને રોજિંદા જીવન ‘दिनचर्या’ પર આધારિત હતી. પ્રાચીન ભારતમાં સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ ફક્ત બાહ્યરૂપે આકર્ષક દેખાવમાં માટે જ નહિ પરંતુ યોગ્યતા "पुण्य", તથા સારું સ્વાસ્થ્ય "आयुष - आरोग्यम", અને સુખ "आनंदम" માટે પણ કરવામાં આવતો. આ માટે આપણી પાસે એક પ્રારંભિક સંદર્ભ મહાન કાવ્ય "મહાભારત" તરીકે ઉપલબ્ધ છે. અજ્ઞાત વાસ દરમિયાન દ્રૌપદી વિરાટ રાજ્યના મહારાણીની સેવિકા હતી. તે सैरंध्री (મહેલના મહિલા વિભાગમાં સ્ત્રી સેવિકા) તરીકે ઓળખાતી. અહીં દ્રૌપદી "प्रसाधन पेटिका”- (એક નાની પેટી- બોક્સ જેમાં સૌંદર્ય પ્રસાધનની વસ્તુઓ હોય) પોતાની સાથે રાખતી તેનો સંદર્ભ ઉપલબ્ધ છે.

15મી સદીમાં યુરોપ ના દેશો દ્વારા વિશ્વમાં વસાહતીકરણ શરુ થયું ત્યારે તેઓ વિશ્વની સૌંદર્ય પ્રસાધનોની ચીજો પણ સાથે લાવ્યા અને અહીં થી પણ એ વિષયક પ્રાચીન જ્ઞાન યુરોપ સુધી પહોંચાડ્યું. ભારતમાં બ્રિટિશ શાષન દરમિયાન ઇંગ્લેન્ડમાં બનતી સૌંદર્ય પ્રસાધનોની ઉત્પાદ ભારત આવવા લાગી. આ ચીજો ભારતના ઉચ્ચ મધ્યમવર્ગ અને ઉચ્ચ વર્ગની મહિલાઓમાં ખાસ માંગ ધરાવતી.


[પંડિત નહેરુ સાથે જે આર ડી ટાટા]


[પંડિત નહેરુ સાથે જે આર ડી ટાટા]
[પંડિત નહેરુ, ડો. સર્વપલ્લી રાધાક્રિશ્નન સાથે જે આર ડી ટાટા]

ભારત 1947માં આઝાદ થાય છે. અંગ્રેજો ભારતમાંથી વિદાય લે છે અને પંડિત જ્વાહરલાલ નેહરુ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી નિયુક્ત થાય છે. નવા નવા આઝાદ થયેલા ભારત માટે દરેક ક્ષેત્ર પડકાર રૂપ હોય છે. અને એમાં અર્થવ્ય્વસ્થા તથા વિદેશી હૂંડિયામણ મહત્વના પરિબળો હતા. પ્રધાનમંત્રી નહેરુ નું ધ્યાન ભારતીય મહિલાઓ દ્વારા યુરોપ - અમેરિકાના મોંઘા સૌંદર્ય પ્રસાધનો-કોસ્મેટિક્સ ખરીદવા ઉપર જાય છે. આ ફોરેક્સ રિઝર્વ (વિદેશી હૂંડિયામણ ની અનામત) નો વ્યય થાય એવી સ્થિતિ હતી જે નવજાત આઝાદ થયેલા ભારતને પોસાય એમ નોહતું. આ પરિસ્થિતિનો અભ્યાસ કરતા પંડિત નેહરુને ખબર પડે છે કે ભારતમાં પોતાની કોઈ બ્યુટી બ્રાન્ડ નથી, તેથી ભારતીય મહિલાઓ આયાત થતી પશ્ચિમી બ્યુટી પ્રોડક્ટ્સ પર નિર્ભર છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા તેમનું ધ્યાન તે સમયના યુવાન અને ઇન્નોવેટિવ ઉદ્યોગપતિ જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા (જે આર ડી ટાટા) તરફ જાય છે. પંડિત નહેરુ તેમને આનો ઉપાય શોધવા જણાવે છે અને એવી એક બ્રાન્ડ ડેવલપ કરવા માટે કહે છે જે દરેક વર્ગની મહિલાને પોસાય એવી હોય.



[ફ્રેન્ચ ઓપેરા શૉની ટિકિટ]

જે આર ડી ટાટા પરિસ્થિતિનો બારીકાઈથી અભયસ કરે છે. તેમની સામે પ્રશ્ન સૌંદર્ય પ્રસાધનો ના ઉત્પાદન માટે જરૂરી એવા નિષ્ણાતો કે કેમિકલ એન્જિનિયર્સ ની અછત નો નોહતો પરંતુ ભારતીય બજારમાં પસંદગી પામે એવી ડોમેસ્ટિક બ્રાન્ડ ક્રિએટ કરવાનો હતો. ત્યારેજ પોતાની વિદેશ યાત્રાઓ દરમિયાન તેમની નજર ફ્રેન્ચ ઓપેરા "Lakme - લેકમે" ઉપર પડે છે. લેકમે એ હિન્દૂ દેવી લક્ષમીમાતાનું ફ્રેન્ચ ભાષામાં બોલાતું નામ છે. માં લક્ષમી ધન અને વૈભવના દેવી હોઈ, આ નામ યોગ્ય રહેશે એવું વિચારવામાં આવે છે. આ એક ઉપયુક્ત નામ હતું કારણકે ફોરેક્સ રિઝર્વ બચાવનારું અને દેશને આર્થિક ફાયદો થઇ શકે અને સાથોસાથ ભારતીય ઉચ્ચવર્ગીય મહિલાઓ માટે ધ્યાનાકર્ષક રહેશે, એ વિચાર અંતર્ગત લક્ષમીમાતાનું ફ્રેન્ચ ભાષામાં બોલાતું નામ "Lakme - લેકમે" બ્રાન્ડ તરીકે નક્કી કરવામાં આવે છે. આ એક ઉપયુક્ત નામ હતું કારણકે ફોરેક્સ રિઝર્વ બચાવનારું અને દેશને આર્થિક ફાયદો થઇ શકે અને સાથોસાથ ભારતીય ઉચ્ચવર્ગીય મહિલાઓ માટે ધ્યાનાકર્ષક રહેશે, એ વિચાર અંતર્ગત લક્ષમીમાતાનું ફ્રેન્ચ ભાષામાં બોલાતું નામ "Lakme - લેકમે" બ્રાન્ડ તરીકે નક્કી કરવામાં આવે છે.


[સિમોન ટાટા]

આખરે, 1952ની સાલમાં ટાટા ઉદ્યોગસમૂહના ઘણા બધા ઉદ્યોગમાંની ટાટા ઓઇલ મિલ ની 100% પેટાકંપની તરીકે "લેકમે" ને શરુ કરવામાં આવે છે. ભારતમાં પોતાની એક બ્યુટી બ્રાન્ડ શરુ થવાની આ પ્રથમ ઘટના હતી અને એમાં કંપનીએ ભારતીય ત્વચા અને રંગની જરૂરિયાતો નક્કી કરવમાં વ્યાપક સંશોધન કર્યું હતું. મૂળ ફ્રાન્સના અને લગ્ન પછી ભારતને પોતાનું ઘર બનાવી ચુકેલ નવલ ટાટાના ધર્મપત્ની શ્રીમતી સિમોન ટાટા 1961માં લેકમે ના મેનેજીંગ ડિરેક્ટર તરીકે નિમણુંક પામે છે. તેમની નિમણુંક પાછળનું કારણ એ પણ હતું કે મૂળ વિદેશી હોવાની સાથે તે ભારતીય જરૂરિયાતોને પણ સમજતા અને મેકઅપ ઇન્ડસ્ટ્રી વિષે બોહળી સમજ ધરાવતા. 1989ની સાલમાં તેમની ટાટા ઇન્ડસ્ટ્રીના બોર્ડમાં નિમણુંક થઇ હતી.

[લેકમે નું 80ના દર્શકનું વિજ્ઞાપન]

1996ની સાલમાં રિટેલ ક્ષેત્રની કંપની જ "લેકમે" બ્રાન્ડ ને યોગ્ય ન્યાય આપી શકશે એ વિચાર હેઠળ ટાટા જુથ 200 કરોડ રૂપિયામાં હિન્દુસ્તાન લીવર લિમિટેડ (હાલ હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ) ને લેકમે બ્રાન્ડ વેચે છે. HUL દ્વારા હવે લેકમે દેશ વિદેશમાં પહોંચનારી બ્રાન્ડ બની ચુકી છે. 2014ની સાલમાં રજુ થયેલ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ પ્રમાણે લેકમે ભારતની 36માં ક્રમની સૌથી વિશ્વાસુ બ્રાન્ડ છે તથા વર્ષમાં લગભગ બે વાર મુંબઈ ખાતે લેકમે ફેશન વીકનું આયોજન કરે છે. લેકમે ભારતીય કોસ્મેટિક બજારમાં આજે 35% હિસ્સો ધરાવે છે.

રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature