અરુણી અને શ્વેતકેતુ સંવાદ

મહર્ષિ ઉદ્દાલક અરુણી વિષે અથર્વવેદ સૂક્ત 6:15 માં ઉલ્લેખ છે. ઉદ્દાલક અરુણી વધુ જાણીતા તેમના આશ્રમમાં અભ્યાસ લેતા પ્રખ્યાત ફિલસૂફો યજ્ઞવાલક્ય, અષ્ટવક્ર, નચિકેત અને શ્વેતકેતુ ને લીધે પણ છે. તેઓ મહર્ષિ ધૌમ્ય ના શિષ્ય હતા. ઇતિહાસકારોના મત પ્રમાણે બુદ્ધ ભગવાનના જન્મની સદીઓ પેહલા મહર્ષિ અરુણી થઇ ગયા હશે.


વેદોના અંત ઉપનિષદમાં રિશી ઉદ્દાલક અરુણી ના સંવાદ આપવામાં આવ્યા છે. જેમકે બ્રિહડકારણ્યક ઉપનિષદમાં મહર્ષિ અરુણી અને રાજા જૈવલ્લી વચ્ચેનો સંવાદ. ચાન્દોગ્ય ઉપનિષદમાં તેમનો શ્વેતકેતુ સાથેનો સંવાદ. તથા કઠોપનિષદમાં તેમણે યજ્ઞ રાખ્યો હતો તે સમયે નચિકેત નો યમ સાથેનો સંવાદ.



શા માટે મહર્ષિ અરુણી ઉદ્દાલક કહેવાયા?


મહર્ષિ ધૌમ્યના ત્રણ શિષ્યો હતા- અરુણી, ઉપમન્યુ અને વેદ. એક દિવસ ભારે વરસાદ હતો. અરુણી ઈંધણ માટેના લાકડા વીણીને આશ્રમમાં પરત થઇ રહ્યા હતા. તે જ સમયે તેની દ્રુષ્ટિ પાણીની ધારા રોકવા માટે બનાવેલ દીવાલ માં પડેલ તિરાડ ઉપર પડી. ત્યાંથી પાણી પુરજોશ રીતે ખેતરમાં પ્રવેશી રહ્યું હતું. અને તે ખેતર તેના ગુરૂજનોના હતા. તથા તેના લીધે પાકને નુકસાન થાય એમ હતું. અરુણી તિરાડ પુરવામાં નિષ્ફળ જતા પોતેજ પાણીનો પ્રવાહ રોકવા જ ત્યાં સુઈ જાય છે. ઘણા સમય સુધી તે આશ્રમમાં પાછા ન ફરતા તેમના ગુરુ ધૌમ્ય રિશી અને અન્ય શિષ્યો તેમને શોધવા નીકળે છે. ખેતરમાં પાણીના પ્રવાહમાં તે અત્યંત દયનીય સ્થિતિમાં જોવા મળે છે. અરુણિની આવી કટિબદ્ધતાથી પ્રસન્ન થઇ ધૌમ્ય રિશી તેને "ઉદ્દાલક" નામ આપે છે. જેનો અર્થ થાય છે "ઉછેરવામાં આવેલું મધ".


तत् त्वम् असि- તે (બ્રહ્મ) તમે જ છો! - ચાંદોગ્ય ઉપનિષદ

મહર્ષિ ઉદ્દાલક અરુણી અને શ્વેતકેતુ

ઉદ્દાલકને શ્વેતકેતુ નામનો એક પુત્ર હતો. જ્યારે તે બાર વર્ષનો હતો, ત્યારે ઉદ્દાલકે તેને કહ્યું, “હવે તારે આધ્યાત્મિક શિક્ષક શોધવાનો સમય આવી ગયો છે. આ કુટુંબના દરેક વ્યક્તિએ પવિત્ર ગ્રંથો અને આધ્યાત્મનો અભ્યાસ કર્યો છે. તેથી શ્વેતકેતુ એક શિક્ષક પાસે ગયો અને બાર વર્ષ સુધી શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તે તેના જ્ઞાન પર ખૂબ જ ગર્વ લઈને ઘરે પરત ફર્યો. તેના પિતાએ તેનું અવલોકન કર્યું અને કહ્યું, "દીકરા, તું જાતે જ તારી જાત માટે ઊંચો અભિપ્રાય ધરાવે છે, તને તારા શિક્ષણ ઉપર ગર્વ છે. પરંતુ શું તેં તારા શિક્ષક પાસે એવું અધ્યાત્મ જ્ઞાન લીધું જેના દ્વારા તું જે વિષે નથી જાણતો એનો જ્ઞાતા બની શકે ?



શ્વેતકેતુ પિતાને ઉત્તર આપતા કહે છે "ના પિતાશ્રી, હું એવું કોઈ જ્ઞાન ધરાવતો નથી કે જે નસાંભળેલને સાંભળી શકાય એવું અને ના સમજાય એવું સમજાઈ જાય "

ઉદ્દાલક ઉત્તર આપે છે,



વાસ્તવિકતાને જાણવા માટે રૂપ અને નામો મહત્વહીન છે, આખરે તો વાસ્તવિકતા જ સર્વોચ્ચ છે’.



यथा, सौम्या, एकना मर्ता-पिण्डेना सर्वम् मृण्णाम विज्नात्म् सीत वचनाम्हनम् विकारो

नाम-धामम्, मृतात्मक इव सत्यम् । 4



"પ્રિય પુત્ર, માટીનો એક ઢગ જે માટીથી બનેલ છે અને ઢગ તરીકે જાણીતો છે. તફાવત ફક્ત તેના પ્રચલિત ઉચ્ચારના નામનો છે, હકીકતમાં એ આખો ઢગ માટી જ છે"




यथा, सौम्या, एकना लोहा-मनिना सर्वम् लोहमं विजनताम् स्यात्, वचनाम्हनोम

विकारो नाम-धीम लोहितं इव सत्यम्। 5




અને, મારા પ્રિય, જેમ સોનાની એક ગાંઠ દ્વારા સોનાથી બનેલું બધું જાણીતું છે, આ તફાવત માત્ર એક નામ છે, જે વાણીથી ઉદભવે છે, પરંતુ સત્ય એ છે કે બધું જ સોનું છે.



‘બ્રહ્મ’ આ જગતનું ભૌતિક અને બુદ્ધિગમ્ય કારણ છે.


શ્વેતકેતુ પિતાને આ વિષય ઉપર વધુ જણાવવા વિષે આગ્રહ કરે છે.




ઉદ્દાલક કહે છે:



सद इवा, सौम्या, इदम् अग्रा इदम् इवादिवित्याम, तद् हिका आहु, असद इवेदम आग्र असिद

एकम एवदवित्याम, तस्माद असत सज जयते।



'મારા પ્રિય પુત્ર, શ્રુષ્ટિની શરૂઆતમાં તે ફક્ત એક (બ્રહ્મ) જ અસ્તિત્વમાં હતું, અન્ય કોઈ (બીજા) વગર. ફક્ત એક જ, અને એ એકજ (બ્રહ્મ) માંથી જે ઉદ્ભવ્યું તથા જે નથી ઉદ્ભવ્યું તે (અન્ય ) .



कुतस तू खलू, सौम्या, ईवम सआट, इति होवका, कथम, अस्सह साज ज्येति, सत तु इव, सौम्या,

इदम् आगम इदम् एवमाद्वित्यम्।



પરંતુ, ખરેખર, પ્રિય પુત્ર, તે કેવી રીતે હોઈ શકે? કોઈ એક નો ઉદભવ કેવી રીતે થઈ શકે? હકીકતમાં, પ્રિય પુત્ર તે એકજ (બ્રહ્મ) અસ્તિત્વમાં હતો, બીજું કોઈ નહિ.




બ્રહ્મ દરેક વસ્તુની અંદર તેની વાસ્તવિકતા તરીકે છે, તેના સ્વયં તરીકે, તેના સૂક્ષ્મ સાર તરીકે, અને મારા પ્રિય શ્વેતકેતુ, તે (બ્રહ્મ) તું છે.




શ્વેતકેતુ તેના પિતા ઉદ્દાલકને "સ્વ/SELF" વિષે વધુ સમજ આપવા આગ્રહ કરે છે.




ઉદ્દાલક કહે છે:



પ્રિય પુત્ર, તું જાણે છે, મધમાખીઓ ઘણા બધા ફૂલોમાંથી રસ ભેગો કરીને મધ બનાવે છે, અને આ બધા રસ મધ બન્યા પછી કોઈ પણ મધના ટીપાંને તેમના ફૂલોથી ઓળખી શકાય છે?



પુત્ર, આ નદીઓ, પૂર્વી (ગંગા ) અને પશ્ચિમી (સિંધુ ) વહન કરનારી છે. તે સમુદ્ર માંથી ફરી સમુદ્રમાં (વરસાદી ચક્ર) જાય છે. તેઓ ખરેખર (અંતમાં) સમુદ્રમાં ફેરવાઈ જાય છે. અને આ નદીઓ જયારે સમુદ્રમાં ભળી જાય છે ત્યારે તે નથી જાણતી, કે તે આ નદી છે કે પેલી નદી.





આખા બ્રહ્માંડમાં તે જ આત્મા છે. જે વાસ્તવિક છે, જે સ્વ(self/આત્મા) છે અને તે તું છે, શ્વેતકેતુ



શ્વેતકેતુ તેના પિતાને "સૂક્ષ્મ સાર જે સર્વોચ્ચ વાસ્તવિકતા છે " તે વિષે પૂછે છે.


ઉદ્દાલક હાં કહીને શ્વેતકેતુને ન્યાગરોધ (વડ) ના વૃક્ષનું ફળ લાવવા કહે છે.


શ્વેતકેતુ ફળ લઈને આવે છે એટલે પિતા તેને તે ફળ તોડી નાખવા કહે છે.


અને પૂછે છે આમાં શું નજરે પડી રહ્યું છે?


શ્વેતકેતુ કહે છે "ફળના બીજ"


પિતા કહે છે "આ બીજને તું તોડી ને એમાં શું દેખાય છે એ જણાવ?"


શ્વેતકેતુ ઉત્તર આપે છે "પિતા, એમાં હવે કશું નથી, કાંઈ જ જોઈ શકાતું નથી"



ઉદ્દાલક કહે છે: પુત્ર, આવું ભવ્ય ઝાડ શું કઈં પણ વગર ઉગી શકે ખરું? આ આશ્ચર્ય પમાડે એવું નથી ? જે સૂક્ષ્મ સાર માંથી આ ભવ્ય ઝાડ ઉગ્યું છે ફક્ત તું જ તેને જોઈ શકતો નથી.



તે જ વાસ્તવિકતા છે, તે સ્વ (self) છે, અને તે તું છે, શ્વેતકેતુ.




ઉદ્દાલક તેના પુત્ર શ્વેતકેતુને મીઠું લાવવા માટે કહે છે. અને એ મીઠાને પાણીમાં ઉમેરવા કહે છે.



બીજા દિવસે ઉદ્દાલક તેને પાણી ચાખવા કહે છે જે સ્વાભાવિક રીતે સ્વાદમાં ખારું લાગે છે પરંતુ મીઠું પાણીમાં ઓગળી ગયું હોવાથી જોઈ શકાતું નથી.



જેમ મીઠું પાણીમાં વ્યાપ્ત છે પણ જોઈ શકાતું નથી દેખાતું એમ સ્વ પણ સર્વ વ્યાપ્ત છે પણ જોઈ શકાતું નથી. તે અદ્રશ્ય અને સૂક્ષ્મ સાર વાસ્તવિક છે અને તેજ સત્ય છે. શ્વેતકેતુ તે તું જ છો.






રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature