ભારતનો અવકાશીય ઇતિહાસ

ભારતનો ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે થયેલ વિકાસ સમજવા માટે પ્રાચીન ભારતમાં જોવું પડે. તે સમયના ગણિતજ્ઞો અને ખગોળશાસ્ત્રીઓ આજે જે આધુનિક ખગોળશાસ્ત્ર વિકાસ પામ્યું છે એ વિષયક મદદરૂપ માહિતી આપી જાય છે.



પાંચમી સદીમાં થઇ ગયેલા આર્યભટ્ટ-1 એ પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રી હતા. ખગોળીય પદાર્થો વિશેના તેમના નિવેદનો વાસ્તવિક દ્રશ્ય નિરીક્ષણો તેમજ લાંબા ગાળા દરમિયાન કરવામાં આવતી ચકાસણી પર આધારિત છે. તેમના દ્વારા રચિત आर्यभटीय ચાર ભાગોમાં વિભાજીત છે.



(1) गीतिकपद : સમયના મોટા એકમો ઉપર આધારિત છે. જેમકે કલ્પ. માનવતરાં અને યુગ


(2) गणितपद: અંકગણિત, ક્ષેત્રફળ, ત્રિકોણમિતિ, શંકુ છાયા વિગેરે.


(3) कालक्रियापद: આપેલ દિવસે ગ્રહોના સ્થાન, ક્ષય-તિથિ, અધિક માસ, અઠવાડિયાના સાત વારના નામ વિગેરે.


(4) गोलपद: અવકાશી ક્ષેત્રના ભૌમિતિક / ત્રિકોણમિતિ પાસાઓ, ગ્રહણના લક્ષણો, આકાશી વિષુવવૃત્ત, નોડ, પૃથ્વીનો આકાર, દિવસ અને રાતનું કારણ વિગેરે.



તેમણે ભારપૂર્વક માન્યું કે પૃથ્વી ગોળાકાર છે.



वृत्तभपञ्जरमध्ये कक्ष्यापरिवेष्टितः खमध्यगतः।

मृज्जलशिखिवायुमयो भूगोलः सर्वतो वृत्तः।।

गोलपद શ્લોક -6


અર્થાત, પૃથ્વી અને અન્ય ગ્રહોના અડધા ભાગો પર તેમના પોતાના પડછાયાને લીધે અંધારું છે, જ્યારે બીજો અડધો ભાગ કે જે સૂર્યનો સામનો કરે છે તે તેજસ્વી છે.


આર્યભટ્ટ-1 એ પ્રથમ વ્યક્તિ હતા જેણે કહ્યું કે આકાશી પદાર્થોની દૈનિક ગતિ પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે તેને કારણે છે.




अनुलोमगतिनौंस्थ: पश्यत्यचलम्‌

विलोमंग यद्वत्‌।

अचलानि भानि तद्वत्‌ सम

पश्चिमगानि लंकायाम्‌॥

गोलपद શ્લોક -9



એટલે કે, “હોડીમાં આગળ જતો માણસ નદીની બંને બાજુ સ્થિર ચીજો જેવીકે વૃક્ષ, પથ્થરની શીલા ને પાછળની બાજુ જતી જુએ છે. એજ જ રીતે, શ્રીલંકામાં સ્થિર તારાઓ પશ્ચિમ તરફ આગળ વધતા દેખાય છે.”



चन्द्रो जलमर्कोऽग्निर्मृद्भूश्छायापि या तमस्त

छादयति शशी सूर्यं शशिनं महती च भूच्छाया ||

गोलपद શ્લોક -37



અર્થાત, ચંદ્ર પાણીનો છે, સૂર્ય અગ્નિનો છે, પૃથ્વી માટીની છે, અને તેનો પડછાયો છે અંધકાર.

ચંદ્ર સૂર્યને આવરી(ઢાંકવું) લે છે અને પૃથ્વીની મહાન છાયા ચંદ્ર ને આવરે છે.





भ पंजर: स्थिरो भू रेवावृत्यावृत्य प्राति दैविसिकौ।

उदयास्तमयौ संपादयति नक्षत्रग्रहाणाम्‌॥



અર્થાત, તારામંડળઃ સ્થિર છે અને પૃથ્વી પોતાની ધરી પર રોજ પરિભ્રમણ કરવાને લીધે નક્ષત્રો અને ગ્રહોનો અસ્ત તેમજ ઉદય થાય છે.



उदयो यो लंकायां सोस्तमय:

सवितुरेव सिद्धपुरे।

मध्याह्नो यवकोट्यां रोमक

विषयेऽर्धरात्र: स्यात्‌॥

गोलपद શ્લોક -13



અર્થાત, જયારે લંકામાં સૂર્યોદય થાય છે ત્યારે સિદ્ધપુરમાં સૂર્યાસ્ત થાય છે. યવકોટીમાં મધ્યાહ્ન તથા રોમક પ્રદેશમાં અર્ધરાત્રિ થાય છે.




આર્યભટ્ટ સિવાયના પ્રાચીન ખગોળશાસ્ત્રીઓ જેવાકે, વરાહમિહિર( 6ઠ્ઠી સદી), બ્રહ્મગુપ્ત (7 મી સદી), ભાસ્કર-1( 7 મી સદી) અને ભાસ્કર-2(12મી સદીનો ફાળો નોંધપાત્ર રહ્યો છે.



બ્રિટિશકાળમાં મૈસુર યુદ્ધ વખતે ટીપુ સુલતાન વિશ્વમાં સૌપ્રથમ વાર તેના દ્વારા નિર્મિત યુદ્ધ રોકેટ નો ઉપયોગ દુશ્મન સેનાએ પર કરે છે. નાસા દ્વારા આ યુદ્ધ ચિત્ર આજે પણ વર્જિનિયા ખાતે મુકવામાં આવ્યું છે અને જેને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ નું ધ્યાન એ તરફ આકર્ષિત કર્યું હતું.



આઝાદ ભારતમાં ડો. વિક્રમ સારાભાઇ ભારતીય અવકાશ કાર્યક્રમના સ્થાપક પિતા માનવામાં આવે છે. સાલ 1957માં રશિયા દ્વારા વિશ્વનો પ્રથમ સેટેલાઇટ સ્પુટનિક છોડવામાં આવ્યો. ત્યારબાદ ભારતમાં સ્પેસ પ્રોગ્રામ વિષે વિશેષ ધ્યાન આપવાની જરૂરત ઉભી થતી જણાઈ. આ જરૂરતને કેંદ્રબિંદુમાં રાખીને પ્રધાન મંત્રી જવાહરલાલ નહેરુ એ સાલ 1961માં સ્પેસ રિસર્ચને ડીપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી ને આધીન મૂક્યું. તે વખતે ડીપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીના અધ્યક્ષ ડો. હોમી ભાભા હતા. ત્યારબાદ 1962ની સાલમાં નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR) ની રચના કરવામાં આવી અને તેના અધ્યક્ષ ડો. સારાભાઈને બનાવવામાં આવ્યા.



યુવાન અબ્દુલ કલામ સાથે ડો. સારાભાઈ

અહીં , ભારતીય સ્પેસ રિસર્ચનો આંશિક ઘટનાક્રમ નીચે મુજબ છે.


1963 - 21 નવેમ્બર, TERLS થી પ્રથમ અવાજ કરનાર રોકેટનો પ્રારંભ કરવામાં આવ્યો.


1965- થુમ્બામાં સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટર (એસએસટીસી) ની સ્થાપના કરવામાં આવી.


1967 - અમદાવાદમાં સેટેલાઇટ ટેલિકમ્યુનિકેશન અર્થ સ્ટેશન બનાવવામાં આવ્યું.


1969 - ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અંતર્ગત 15 ઓગસ્ટના દિવસે ISRO ની સ્થાપના. ત્યારથી, ઇસરોએ ભારતના અવકાશ સંશોધન ક્ષેત્રે સંચાલન શરુ કર્યું.


1972- સ્પેસ કમિશન અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની (DOS) રચના કરવામાં આવી. DOS એ વખતે દેશભરના ચાર અવકાશી કેન્દ્રો ખાતે ISRO માટે અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન કરતુ અને સીધું પ્રધાન મંત્રીને રિપોર્ટ કરતું.


1972 - 1 જૂને ઇસરોને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ મૂકવામાં આવ્યું.


1975 - ઇસરો 1 એપ્રિલે એક સરકારી સંસ્થા બની


1975 - આર્યભટ્ટ, પ્રથમ ભારતીય સેટેલાઇટ, 19 એપ્રિલે ભારત માટે લોન્ચ કરવામાં આવ્યો.


1979 - ભાસ્કરા -1, પૃથ્વીના અવલોકનો માટેના એક પ્રાયોગિક ઉપગ્રહ, 7 જૂને લોન્ચ થયો.


1979 - 10 ઓગસ્ટના રોજ એસએલવી -3 રોકેટનું પ્રથમ પ્રાયોગિક પ્રક્ષેપણ


1980 - ભારતે શ્રીહરિકોટાથી સેટેલાઇટ લોંચ વ્હીકલ (એસએલવી) રોકેટ પર 18 જુલાઈએ પોતાનો રોહિણી -1 ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યો.


1983 - રોહિણી -3 કોમ્યુનિકેશન્સ સેટેલાઇટ, ઓગસ્ટમાં લોન્ચ થયો, 1985 ના અંત સુધીમાં દેશવ્યાપી ટેલિવિઝન કવરેજ 20 ટકાથી વધીને 70 ટકા સુધી પહોંચ્યું. આજે તે લગભગ 90 ટકા છે.


1984 - યુ.એસ.એસ.આર. ના અંતરિક્ષ સ્ટેશન સલિયટ માં આઠ દિવસ ગાળ્યા ત્યારે ભારતીય વાયુદળના પાઇલોટ રાકેશ શર્મા પ્રથમ ભારતીય અવકાશ યાત્રી બન્યા. શર્માએ હિમાલયમાં જળવિદ્યુત મથકોના નિર્માણની તૈયારીમાં ભારતના ઉત્તરીય ક્ષેત્રની મલ્ટિસ્પેક્ટરલ ફોટોગ્રાફી હાથ ધરી હતી. સ્પેસ સ્ટેશનમાં શર્મા અને તેના બેકઅપ, વિંગ કમાન્ડર રવિશ મલ્હોત્રાએ ઝીરો-ગ્રેવિટી યોગ કસરતોની વિસ્તૃત શ્રેણી તૈયાર કરી હતી.


1987 - મોટા ઓગમેન્ટેડ સેટેલાઇટ લોંચ વ્હીકલ (એએસએલવી) રોકેટનું પ્રથમ વિકાસલક્ષી પ્રક્ષેપણ


1988 - જુલાઈમાં ASLV નું બીજું વિકાસલક્ષી પ્રક્ષેપણ પણ નિષ્ફળ ગયું. પાછળથી, ત્રીજા અને ચોથા પ્રયત્નો સફળ થયા


1992 - ભારતીય નિર્મિત INSAT -2 ભૂસ્તર સંદેશાવ્યવહાર અને હવામાન ઉપગ્રહ.


1993 - મોટા પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ (પીએસએલવી) સપ્ટેમ્બરમાં લોન્ચ કર્યો


2001 - જિઓસિંક્રોનસ સેટેલાઇટ લોંચ વ્હીકલ (જીએસએલવી) રોકેટનું પ્રથમ પ્રક્ષેપણ એપ્રિલ 18 ના રોજ સફળ થયું હતું. જીએસએલવી 2.5 ટનના ઉપગ્રહને વેગ આપી શકે છે. ભ્રમણકક્ષામાં મોટા સંદેશાવ્યવહાર અને હવામાન ઉપગ્રહો મૂકવા ઉપરાંત, પૃથ્વીથી ગ્રહોની શોધખોળ કરવા માટે જીએસએલવી રોકેટનો ઉપયોગ.


2008 - ચંદ્રયાનની યોજના. ચંદ્રની સપાટી નો અભ્યાસ


2008 - ઇસરોએ અવકાશમાં તેની ક્ષમતાઓને વધુ વેગ આપીને એક જ મિશનમાં 10 ઉપગ્રહોને એક જ સાથે સફળતાપૂર્વક લોન્ચ કર્યા.


2013 - માર્સ ઓર્બિટર મિશન (એમઓએમ) ભારતનું પ્રથમ મંગળ મિશન






11 ડિસેમ્બર 2019 સુધીમાં ભારતે 33 જુદા જુદા દેશો માટે 319 ઉપગ્રહો લોંચ કર્યા છે.




ભારત પૃથ્વીની ઓર્બીટમાં હાલમાં પોતાના 49 જેટલા ઉપગ્રહો ધરાવે છે. જેમાં એજ્યુસેટ, ક્રેટોસેટ, કલ્પના 1, ચંદ્રયાન 1 વિગેરેનો સમાવેશ થાય છે.




રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature