જીવન ઉત્કૃષ્ટ બનાવવાનો અભિગમ

માનવીના સ્વસ્થ અને ખુશખુશાલ જીવન માટે ત્રણ પાસાઓ ખુબ અગત્યના છે, એનું પોતાનું સ્વાસ્થ્ય, સંબંધો અને તેની નાણાકીય સ્થિતિ. આ ત્રણે વચ્ચે સંતુલનની સ્થિતિ ના હોય તો એ હતાશા ઉત્પન્ન કરનારું કારણ બને છે. અને જેને લીધે અન્ય તકલીફો પણ ઉભી થઇ શકે. આ ત્રણે પાસા જીવનમાં યોગ્ય રીતે જળવાઈ રહે એ માટે માનવીએ પ્રયત્નશીલ રેહવું પડે છે, કારણકે એમાં ફક્ત એ પોતે જ પોતાની મદદ કરી શકે છે, અલબત્ત કેટલાક મોટીવેશનલ મટીરીયલ્સ એને થોડો ફાયદો જરૂર પહોંચાડી શકે, પરંતુ અંતિમ આધાર તેનો પોતાનો જ છે. આમ સ્વાસ્થ્ય, સબંધ અને નાણાકીય સ્થિતિ આ ત્રણે વિષે કેટલીક ધ્યાનમાં આવતી બાબતો આ લેખમાં રજુ કરી છે.


આરોગ્ય/Health

  • મીલ(ભોજન) પ્લાન બનાવો. એલોપથી અને નેચરોપથી આમ બંનેમાં મીલ પ્લાન ને અગત્યતા આપવામાં આવી છે. એ પ્લાન ને અનુસરો. કસમયે ખાવું શરીર ને નુકસાન પહોચાડનારું છે.

  • તળેલો ખોરાક લેવાનો ઓછો કરો. તળેલો ખોરાક તમને 24 કલાક સુધી ખૂબ જ અણગમતું ફીલ કરાવી શકે છે (તેમાં પોષક તત્વોનો અભાવ હોય છે). જો તમે તળેલો ખોરાક ઓછો કરી નાખો તો તમને સારું લાગશે.

  • ડેરી ઉત્પાદ ઓછા લો. જો પાચનતંત્ર સંવેદનશીલ હોય તો ડેરી પેદાશ ઓછી લો. અલબત્ત, કેટલાક કિસ્સાઓમાં એ પાચન સમસ્યા દૂર કરનારું પુરવાર થાય છે.

  • કસરત માં નિયમિતતા જાળવવી. કસરત તમને એનેર્જી આપે છે, તાણને દૂર કરવામાં મદદ કરે છે અને ફિટ થવા માટે મદદ કરે છે. સુગર લેવલ તેમજ બ્લડ પ્રેશરને કાબુમાં રાખવા કસરત અનિવાર્ય છે. એની સતત ઉપેક્ષાથી શરીર અન્ય બીમારીઓનું ઘર બને છે.

  • શરીર ને સહનશક્તિ(stamina) વાળું અને તાકાત(strength) વાળું બનાવવા ઉપર ધ્યાન આપવું. જે એક સકારાત્મક ઉર્જા પેદા કરે છે.

  • ચા, કોફીનું સેવન ઘટાડો. બની શકે તો દિવસમાં એક વાર જ લો.

  • વિટામિન સી અને ડી પૂરતા પ્રમાણમાં લો. કોરોનકાળમાં દરેકને વિવિધ વિટામિનની અગત્યતા સમજાઈ છે. જો તમે પૂરતા પ્રમાણમાં મેળવશો તો આ બંને તમારા સ્વાસ્થ્યને સકારાત્મક રીતે અસર કરી શકે છે (અને જો તેમનો અભાવ હોય તો વિપરીત અસર થઈ શકે છે).

  • દરરોજ પૂરતું પાણી પીવું. દરરોજ બે થી ત્રણ લીટર પાણી પીવું જોઈએ.

  • નિયમિત રીતે ડોક્ટરને કન્સલ્ટ કરો નિયમિત પણે શરીરના ચેકઅપ વિષે જાગ્રત રહો.

  • પૂરતી ઊંઘ મેળવો. 5.5 કલાકથી લઇ 8 કલાક સુધીની ઊંઘ જરૂરી છે. તમારા અન્ય કાર્યોની ગુણવત્તા જળવાઈ રહે એના માટે આ જરૂરી છે. તે તમારા મનને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થાય છે.




ઉપર દર્શાવેલ બાબતો ઘણીં સામાન્ય જણાશે પણ તેનો ધીરે ધીરે અમલ કરવાથી એ રોજિંદી ટેવ બનશે અને આરોગ્ય સિવાયના અન્ય બે પાસો માટે ઉપયોગી નીવડી શકે.


સંબંધો/Relationships

  • સ્વયં સાથે મિત્રતા કેળવો. પોતાને પ્રેમ કરવાનું શીખો. જે એક કેન્દ્રિતતા(centeredness) નો અનુભવ કરાવશે. વધુમાં તમે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં ખુશ રહેશો.

  • તમે તમારા કામમાં જેટલા પ્રયત્નો કરો છો તેટલા જ પ્રયત્નો તમારા સંબંધો માટે પણ કરો. ઓવર-અચીવર લોકો માટે આ મુશ્કેલ છે. જો કે, ધ્યાન રહે કે આ એકદમ જરૂરી છે. પરિવાર, અંગત સગા અને મિત્રો તમારા જીવનમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે. તેમને અગ્રતા આપો.

  • શંકાશીલ સ્વભાવ ના કેળવો. આને અમલ માં મુકવાથી તમે ખુશ રેહશો. જજમેન્ટલ થવાનું ટાળો.

  • પરિવાર સાથે ચર્ચા કરો. તમારા વ્યક્તિગત લક્ષ્યો, નાણાકીય લક્ષ્યો વિષે તેમજ બીજી કોઈપણ બાબત કેવી રીતે ચાલી રહી છે તેની ચર્ચા કરો.

  • અન્ય સામે કાયમ પીડિત(victim) બનવાનું છોડો. તમારા સંજોગો ગમે તે હોય, તેના માટે તમે ખુદ જવાબદાર છો. આ ધ્યાનમાં લઇ, તેને સુધારવા ઉપર કાર્યવાહી કરો. જો તમને લાગે કે તમારી પરિસ્થિતિ કોઈ બીજાની ભૂલ છે, તો તમે તેને ક્યારેય બદલી શકશો નહીં.

  • સર્જનાત્મક દલીલ કરવાનું શીખો. દલીલ કરવી એ કોઈપણ સ્વસ્થ સંબંધનો એક ભાગ છે. તેને રચનાત્મક અને આદરપૂર્વક કેવી રીતે કરવું તે શીખો. કોઈના નામના સતત બૂમ બરાડા પાડયા કરવા કે કિકિયારી કરવી એ ટાળવું. એવી વ્યકતિ થી લોકો દૂર રહે છે.

  • તમારી ભૂલ હોય તો સોરી કહેવામાં કચવાટ ન અનુભવો.

  • તમારા સાથીને જાહેરમાં ઉતારી ન પાડો. આ એક ખરાબ કાર્ય છે. તે અવિનયી પણ છે અને સંબંધોને નુકસાન પહોચાડનારું છે.

  • લોકો વિષે સતત નકારાત્મક વિચાર કરવાનું છોડો.

  • ટોક્સિક લોકો, જેની સાથે તમારો સતત સંઘર્ષ થયા કરતો હોય તો એવી વ્યક્તિથી દૂર રહો. એને મળવાનું ટાળો. (સબંધ માં) અલ્પવિરામ મૂકી જુઓ અને એ પણ કામ ન આપે તો પૂર્ણવિરામ મૂકી દેવો.

  • તમારા બાળક સાથે ગુણવત્તાવાળો સમય પસાર કરો. એની સાથે રમો, એનામાં પૂરતું ધ્યાન આપો.

  • તમારા વ્યવસાય કરતાં તમારા બાળકોને પ્રાધાન્ય આપો. આ કુટુંબની કમાતી વ્યક્તિ માટે મુશ્કેલ છે, પરંતુ તે અમૂલ્ય છે. એક બાબત ધ્યાનમાં જરૂર રાખવી તમારા જીવનના અંતમાં તમારા પસ્તાવો લોકો વિશે હશે - કામ અંગે નહીં. તમારા લોકોને અગ્રતા આપો.

  • લવ(પ્રેમ) અને લોજીક(તર્ક) ની વાત આવે તો સાથી/સ્નેહીજનો સાથે લવ ને ધ્યાન માં રાખો. સંબંધોમાં વધુ પડતું લોજીક કામ નથી આપતું.


નાણાકીય સ્થિતિ

  • દરરોજ તમારા નાણાકીય એકાઉન્ટ્સ તપાસો. આ ટેવ તમને તમારી આર્થિક સ્થિતિની વાસ્તવિકતા વિશે માહિતગાર રાખશે.

  • કમાણી સામે ખર્ચ ઓછો રાખો. આ એક સરળ થમ્બ રુલ છે. પરંતુ, ઘણા લોકો એને અનુસરતા નથી. નાણાકીય સદ્ધર ભવિષ્ય માટે આ રુલ અપનાવવો જરુરી બને છે.

  • આકસ્મિક(emergency) ફંડ હોવું જરૂરી છે. કોરોનાકાળ માં જોવામાં આવ્યું કે અચાનક ઘણા લોકોએ નોકરી ગુમાવી અથવાતો પગાર અને આવક ઓછા થઇ ગયા. તો આવા સમય માટે એવું બચત ફંડ હોવું જરૂરી છે જેના થકી તમે આવો કપરો સમય કાઢી આસાનીથી કાઢી નાંખી શકો. એક વર્ષ ચાલે એટલું હોવું જોઈએ.

  • દેવા માંથી બહાર નીકળો. દેવું તમારા ભવિષ્ય નિર્માણમાં અવરોધ ઉભું કરનારું છે. દેવામાંથી કેવી રીતે બહાર નીકળવું અને બહાર રહેવું તે શીખો.

  • ક્રેડિટ કાર્ડ ધરાવતા હો તો તેની ચૂકવણીમાં નિયમિત રહો, નહીં તો ચક્રવૃધ્ધિ વ્યાજના ચક્કરમાં ફસાઈ શકો.

  • આવક વધારો . જો તમને આવકની સમસ્યા હોય (એટલે કે તમે તમારા ખર્ચ પૂરા કરવા અને તમારા નાણાકીય લક્ષ્યો સુધી પહોંચવા માટે પૂરતા પૈસા કમાતા નથી), તો વધુ પૈસા કમાવવાના રસ્તાઓ શોધો. ગમતા કામની પાછળ લાગી રહેવાથી અર્થોપાર્જન થાય જ છે.

  • દેવાદાર થવા કરતા લેણદાર હોવું સારું છે.

  • નિવૃત્તિ માટે બચત કરો. એક ને એક દિવસ માણસે નિવૃત્ત થવાનું હોય છે, તો તમારે તેના માટે બચત યોજના બનાવવાની જરૂર છે. વહેલી તકે પ્રારંભ કરો.

  • નાણાકીય સલાહકારની નિમણૂક કરો(પરવડે એમ હોય તો). તમારા નાણાંનું યોગ્ય વ્યવસાયિક સંચાલન કરવાથી તમને ફાયદો થઈ શકે છે અને તમે આર્થિક રીતે સધ્ધર થઇ શકો છો, પરંતુ ખાતરી કરો કે તમે તમારા માટે યોગ્ય સલાહકાર રાખ્યા છે.


ઉપયુર્કત બાબતો તમારા જીવનમાં સુધારો શરૂ કરવા માટેનો એક ઉત્તમ માર્ગ છે.


તમે જે પણ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યાં હોવ, તેમ છતાં તમે તમારા જીવનને યથાર્થ કરી શકો છો. તમારે રાહ જોવાની જરૂર નથી.




રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ

અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.

Copyright @gujaratibynature