આયુર્વેદ : જીવનશૈલી, આહાર વિધિ અને ઋતુચર્યા
આયુર્વેદ : જીવનશૈલી, આહાર વિધિ અને ઋતુચર્યા
આયુર્વેદ એ ભારતનું વિશ્વને તબીબી અને ચિકિત્સા ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન છે. પ્રાચીન સમયમાં લખાયેલા આ ગ્રંથો આજે પણ એટલાજ યથાર્થ જણાય છે. આ ગ્રંથોની રચનાના આધારે તમેને નીચે મુજબ વિભાજીત કરી શકાય.
ત્રણ મહાન લેખકો:
ચરક
શુશ્રુત
વાગભટ
અન્ય લેખકો:
શર્ણંગધરા
ભાવમિશ્રા
માધવ
ચરક સંહિતા આશરે ઈસ્વીસન પૂ. 400 થી 200 માં લખાઈ હશે અને તેને આયુર્વેદમાં સૌથી પ્રાચીનતમ ગ્રંથ માનવામાં આવે છે. મહર્ષિ ચરકે સહેલાઈ થી યાદ રહે એ હેતુથી પદ્ય સ્વરૂપે શ્લોકની રચના કરે છે. તેમાં લગભગ 8400 જેટલા શ્લોકોનો સમાવેશ થાય છે.
શુશ્રુત સંહિતા શસ્ત્રક્રિયા વિષે જ્ઞાન આપતો ગ્રંથ છે. તેનો રચનાકાળ પણ આશરે ચરક સંહિતાની સાથે રહ્યો હશે એવું ઇતિહાસકારોનું માનવું છે.
અષ્ટાંગ હૃદયમ અને અષ્ટાંગ સંગ્રહ એ બંનેની રચના વાગ્ભટ દ્વારા કરવામાં આવી છે. અષ્ટાંગ હૃદયમ આશરે 7800 જેટલા શ્લોક ધરાવે છે. આ બંને ગ્રંથોનો રચનાકાળ ચરક તેમજ શુશ્રુત સંહિતા પછીનો આશરે ઈસ્વીસન 400 ની આસપાસનો રહ્યો હશે.
શર્ણંગધરા સંહિતા વિવિધ આયુર્વેદિક સિંદ્ધાંતો વિષે માહિતી આપતો ગ્રંથ છે. તેની રચના 15મી સદીમાં થઇ હતી. તેમાં પંચકર્મ માં વપરાશમાં આવતી કેટલીક ઔષધીય મિશ્રણોનો ઉલ્લેખ જોવા મળે છે.
ભાવમિશ્ર દ્વારા રચિત ભવ પ્રકાશની રચના 16મી સદીમાં થઇ હતી. તેમાં સહારે 10,268 જેટલા શ્લોક છે. તે મુખ્યત્વે ખોરાક, વનસ્પતિ અને ખનીજ વિશેના ગુણધર્મો જણાવે છે.
માધવ રચિત માધવ નિદાનમ ની રચના ઈસ્વીસન 700માં થઇ હશે. તેમાં વિવિધ કાયચિકીત્સા વિશેની માહિતી મળે છે.
આયુર્વેદમાં મુખ્ય આઠ શાખાઓ છે જેને સામૂહિક રીતે અષ્ટાંગ આયુર્વેદ અ તરીકે ઓળખવામાં આવે છે.
कायचिकित्सा General medicine
कुमारभृत्य Pediatrics
शल्यतन्त्र surgical techniques
शालाक्यतन्त्र ENT
भूतविद्या तन्त्र Psycho-therapy
अगदतन्त्र Toxicology
रसायनतन्त्र renjunvention and Geriatrics
वाजीकरण Virilification, Science of Aphrodisiac and Sexology
આચાર્ય ચરક આયુર્વેદના ઉદ્દેશ્ય વિષે આ પ્રમાણેની સમાજ આપે છે.
प्रयोजनं चास्य स्वस्थस्य स्वास्थ्यरक्षणं आतुरस्यविकारप्रशमनं च ॥ (ચરકસંહિતા , સુત્રસ્થાન 30/26)
1) સ્વસ્થ વ્યક્તિઓના સ્વાસ્થ્યની રક્ષા કરવાનો
2) રોગી વ્યક્તિઓના વિકારો દૂર કરી તેમને સ્વસ્થ બનાવવાનો
हेतुलिंगोषधनज्ञानं स्वस्थातुरपरायणम |
त्रिसूत्रं शाश्वतं पुण्यं बुबुधे यं पितामह || (ચરક સંહિતા, સૂત્રસ્થાન -24)
સરળ ભાષામાં કહીએ તો આયુર્વેદનો હેતુ રોગી વ્યક્તિઓના વિકારો દૂર કરી તેમને સ્વસ્થ બનાવવાનો છે.
આ માટે પ્રત્યેક રોગના હેતુ (કારણ ), લિંગ ( ચિહ્નો અને લક્ષણો), અને ઔષધ (આયુર્વેદિક દવા અથવા સારવાર )
હેતુ, લિંગ અને ઔષધ આ ત્રણે ને આયુર્વેદમાં ત્રિસુત્ર તરીકે ઓળખવામાં આવે છે. જે રોગના ઉપચારનો પાયો છે.
हिताहितं सुखं दुःखमायुस्तस्य हिताहितम् |
मानं च तच्च यत्रोक्तमायुर्वेदः स उच्यते| || (ચરક સંહિતા, સૂત્રસ્થાન - 41)
આયુર્વેદ જીવનનું વિજ્ઞાન છે, જે
હિતાયુ - એક લાભપ્રદ જીવન
અહિતા આયુ - એક પ્રતિકૂળ જીવન
સુખાયુ - મનની ખુશહાલ સ્થિતિ
અહિતાયુ - મનની એક નાખુશ સ્થિતિ
ના ઉપચાર જણાવે છે.
તે જીવન માટે સારું શું છે અને ખરાબ શું છે તે જાણવા માટેનું માપદંડ પણ છે.
शरीरेन्द्रियसत्त्वत्मसंयोगो धारि जीवितम |
नित्यगश्चानुबन्धश्च पर्यायैरायुरुच्यते || (ચરક સંહિતા, સૂત્રસ્થાન - 42)
आयु શબ્દ મુખ્યત્વે
શરીર
ઇન્દ્રિયો
સત્ત્વ - મન
આત્મા, નો સમન્વય કરે છે. આનો અર્થ એ છે કે જ્યારે શરીર ઇન્દ્રિયો, મન અને આત્માથી પૂર્ણ હોય છે, તો જ જીવન છે, અન્યથા નથી.
અને જીવનનું પર્યાય છે,
ધારિ - શરીરને ક્ષય થતું રોકનાર
જીવિતા - શરીરને જીવંત રાખનાર
નિત્યાગ - ઇન્દ્રિય, મન તથા આત્મને શરીર સાથે પૂર્ણ બનાવે છે, કોઈ પણ જાતના વિરામ વગર
અનુબંધ - (મૃત્યુ પછી ) એક શરીર થી બીજા શરીરમાં થતું સ્થાનાંતર
विकारो धातुवैषम्यं, साम्यं प्रकृतिरुच्यते|
सुखसञ्ज्ञकमारोग्यं, विकारो दुःखमेव च ।। (ચરક સંહિતા, સુત્રસ્થાન 9.4)
ધાતુ (ત્રિદોષ, પેશીઓ અને બગાડ) ના સંતુલનમાં કોઈપણ વિક્ષેપ રોગ તરીકે ઓળખાય છે.
તેમના સંતુલનની સ્થિતિ આરોગ્ય છે. ખુશી આરોગ્ય સૂચવે છે અને પીડા રોગ સૂચવે છે.
लोभशोकभयक्रोधमानवेगान् विधारयेत्|
नैर्लज्ज्येर्ष्यातिरागाणामभिध्यायाश्च बुद्धिमान्|| (ચરક સંહિતા, સુત્રસ્થાન 7.27)
બુદ્ધિમાન વ્યક્તિએ નીચેના સાથે સંબંધિત માનસિક આવેગોને દબાવવા જોઈએ.
લોભ
શોક
ડર
ક્રોધ
મિથ્યાભિમાન
નિર્લજ્જતા
ઈર્ષ્યા
અતિરાગ - અતિશય ઇચ્છા
અભિધ્યા - દ્વેષભાવ.
लाघवं कर्मसामर्थ्यं स्थैर्यं दुःखसहिष्णुता |
दोषक्षयोऽग्निवृद्धिश्च व्यायामादुपजायते|| (ચરક સંહિતા, સૂત્રશાન- શ્લોક 16)
યોગ્ય માત્રામાં વ્યાયામ કરવાથી ...
लाघवम - શરીર (અને મન) માં હળવાશ લાગવી
कर्मसामर्थ्यम - કાર્યક્ષમતામાં વધારો,
स्थैर्यम - શરીરની સ્થિરતામાં વધારો,
दुःख सहिष्णुता - બેચેની સામે પ્રતિકારમાં સુધારો,
दोषक्षय - ત્રિદોષનું સંતુલન,
अग्निवृद्धि - પાચન શક્તિમાં સુધારો.
सत्त्वमात्मा शरीरं च त्रयमेतत्त्रिदण्डवत्|
लोकस्तिष्ठति संयोगात्तत्र सर्वं प्रतिष्ठितम्| (ચરક સંહિતા, સુત્રસ્થાન- શ્લોક 46)
જીવનના ત્રિસ્તંભ સત્વ (મન), આત્મા (આત્મા) અને શરીર છે. વિશ્વ તેમના સંયોજન દ્વારા ટકે છે. તેઓ દરેક વસ્તુનો આધાર રચે છે.
આને સંસ્કૃતમાં ત્રિદંડ તરીકે ઓળખવામાં આવે છે.
वायु: पित्तं कफश्चोक्त: शरीरो दोषसंग्रह |
मानस: पुनरोद्रिश्टो रजश्च तम एव च || (ચરક સંહિતા, સુત્રસ્થાન - 57)
શરીરમાં રોગકારક પરિબળો વાયુ (વાત ), પિત્ત અને કફ છે. માનસિક દોષ રજસ તેમજ તમસ છે.
પાંચમહાભુતોથી દોષની ઉત્પત્તિ થાય છે.
સૃષ્ટિમાં વ્યાપ્ત વાયુ મહાભૂતથી વાત દોષ ઉત્પન્ન થાય છે.
અગ્નિથી પિત્ત દોષ ઉત્પન્ન થાય છે.
જળ તથા પૃથ્વી મહાભુતથી કફ દોષની ઉત્પત્તિ થાય છે.
रोगस्तु दोषवैषम्यं दोषसाम्यमरोगता
દોષની વિષમતા જ રોગ છે અને દોષોનું સામ્ય આરોગ્ય છે.
योगादपिविषंतीक्ष्णमुत्तमं भेषजं भवेत्|
भेषजं चापि दुर्युक्तं तीक्ष्णं सम्पद्यते विषम्|| (ચરક સંહિતા, સૂત્ર સ્થાન 24.126)
જો તીવ્ર ઝેર પણ યોગ્ય રીતે આપવામાં આવે તો તે એક ઉત્તમ દવા બની શકે છે. બીજી બાજુ, દવા પણ, જો યોગ્ય રીતે આપવામાં ન આવે તો, તીવ્ર ઝેર બની જાય છે.
त्रिविधं कुक्षौ स्थापयेदवकाशांशमाहारस्याहारमुपयुञ्जानः; तद्यथा– एकमवकाशांशं मूर्तानामाहारविकाराणाम्, एकं द्रवाणाम्, एकंपुनर्वातपित्तश्लेष्मणाम्; एतावतीं ह्याहारमात्रामुपयुञ्जानो नामात्राहारजं किञ्चिदशुभं प्राप्नोति||३|| (ચરક સંહિતા, વિમાનસ્થાન 2.3)
પેટની ક્ષમતાને 3 ભાગોમાં વહેંચવામાં આવી છે.
એક ભાગ નક્કર ખોરાકથી ભરેલો છે,
બીજો ભાગ પ્રવાહી અને
ત્રીજો ભાગ વાત, પિત્ત અને કફ માટે.
જે આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને ખોરાક લે છે તે અયોગ્ય માત્રામાં લેવામાં આવતા ખોરાકને લીધે થતી નુકસાનકારક અસરોનો ભોગ બનતો નથી.
बलमारोग्यमायुश्च प्राणाश्चाग्नौ प्रतिष्ठिताः |
अन्नपानेन्धनैश्चाग्निर्ज्वलति व्येति चान्यथा || (ચરક સંહિતા, સુત્રસ્થાન 28.342)
શક્તિ, આરોગ્ય, દીર્ધાયુષ્ય અને પ્રાણવાયુ એ પાચનની શક્તિ(જઠરાગ્નિ) પર આધારિત છે. જ્યારે ખોરાક અને પીણાં સ્વરૂપમાં આ અગ્નિને બળતણ આપવામાં આવે છે, ત્યારે પાચનની આ શક્તિ ટકી રહે છે, અન્યથા તેમાં બગાડ આવે છે.
ખોરાક લેતા સમયે આઠ વિશિષ્ટ પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ કારણ કે તે આરોગ્ય પર સારી અને ખરાબ અસરો માટે જવાબદાર છે. ચરક સંહિતા, સુત્ર સ્થાન 28/43
1. ખોરાકની પ્રકૃતિ (ચરક સંહિતા, વિમાન સ્થાન 1/22.1)
આહાર પચવામાં હલકો છે કે ભારે તથા યોગ્ય સંયોજન અને માત્રામાં લેવો જોઈએ.
2. ખોરાકની પ્રક્રિયા (કારણ ) (ચરક સંહિતા, વિમાન સ્થાન 1/22.2)
‘પ્રક્રિયા’ શબ્દમાં તાજા ખોરાક બનાવવાની અને રાંધવાની રીતો શામેલ છે.
ગરમ અને તાજો બનેલો આહાર લેવો
સ્નિગ્ધ ભાગ હોવો જોઈએ
3. ખોરાક યોગ્ય સંયોજનમાં લેવો (ચરક સંહિતા, વિમાન સ્થાન 1/25.5)
4. માત્રા ( રાશિ )
આહાર કેટલી માત્ર માં લેવો એ પણ અગત્યનું છે.
5. આહારની ભૌગૌલિક ઉત્પત્તિ (દેશ )
વ્યક્તિને સ્થાનિક પ્રદેશમાં ઉગવાવમાં આવતો આહાર વધુ માફક આવતો હોય છે.
6. ઋતુ (કાળ ) (ચરક સંહિતા, વિમાન સ્થાન 1/22.6)
જે ઋતુમાં ખાદ્ય ચીજો તેમની ઉચ્ચ શક્તિ દર્શાવે છે, તેના વપરાશના સમયને ધ્યાનમાં લેવો મહત્વપૂર્ણ છે.
7. ખોરાક લેવાના નિયમો (ઉપયોગ સંસ્થા) (ચરક સંહિતા, વિમાન સ્થાન 1/22.7)
આહાર લેવાના નિયમો ચોક્કસ પાચક અસરો દર્શાવે છે. ઉદાહરણ તરીકે, અપચાની સ્થિતિમાં ખોરાક લેવાથી ત્રણેય દોષો વધે છે. તેથી, પાછલા
લેવામાં આવેલા ખોરાકના સંપૂર્ણ પાચન પછી જ ખોરાક લેવો જોઈએ.
8. ખોરાક લેનાર (upayokta) (ચરક સંહિતા, વિમાન સ્થાન 1/22.8)
આહાર લેનાર માટે આહારની ઉપયુક્તતા ધ્યાનમાં લેવી જોઈએ.. લાંબી આદત દ્વારા વિકસિત અનુકૂલન પણ તેની યોગ્યતા પર આધારિત છે.
1. ખોરાકની મૂળભૂત સંરચના અનુસાર
A ઝડપથી સુપાચ્ય ખોરાકની વસ્તુઓ (લઘુ ) ઉદા. શાલી ચોખા, शष्टिका ચોખા, લીલા ચણા, માંસ, કાળિયાર, સસલું, વપિતી, ભારતીય હરણ,
B પચવામાં ભારે વસ્તુઓ (ગુરુ ) ઉદા. લોટની બનાવટ, ખાંડ-શેરડીનો રસ, દૂધ અને દૂધની બનાવટ, તલ, કાળા ચણા, જળચર પ્રાણીઓનું માંસ
(ચરક સંહિતા, સુત્ર સ્થાન 5/5)
2. ખાદ્ય સ્ત્રોતો અનુસાર
બધા ખોરાક અને પીણાં તેમના સ્રોત અને રૂપ અનુસાર બાર વર્ગ હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે (ચરક સંહિતા, સુત્ર સ્થાન 27/6-7)
મકાઈ (शुका धान्य)
દાળ (शमी धान्य)
માંસ (मांस वर्ग)
શાક (शाका वर्ग)
ફળ (फल वर्ग)
લીલોતરી ( हरिता वर्गा)
મદિરા (मद्य वर्ग)
જળ (जला वर्ग)
દૂધ અને તેની બનાવટ ( दुग्धा वर्गा)
શેરડી અને તેની બનાવટ (इक्षु वर्गा)
રાંધેલો ખોરાક (कृतन्ना वर्गा)
સહાયક ખોરાક (आहार योगी वर्ग)
3. ખોરાકના સ્વરૂપો અનુસાર
વિવિધ પ્રકારના પૂર્ણ ખોરાક ચાર કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છે
1. ખાવા યોગ્ય (अशिता)
2. પીવાલાયક (पीता)
3. ચાટી શકાય તેવા (लीधा)
4. ચાવી શકાય એવા (खडिता)
આ પાચન અને મેટાબોલિક પ્રક્રિયા(अग्नि )ને ઉત્તેજિત કરે છે (ચરક સંહિતા, સુત્ર સ્થાન 28/3)
4 ખોરાકની અસરો મુજબ
ખોરાકને માનવી માટે તેના કુદરતી રીતે ફાયદાકારક અને હાનિકારક પ્રભાવો અનુસાર બે કેટેગરીમાં વહેંચી શકાય છે: (ચરક સંહિતા, સુત્ર સ્થાન 25/37)
1. પૌષ્ટિક (पथ्यात्मा)
2. અપૌષ્ટિક (अपथ्यतम)
રોજિંદા ખોરાકમાં શું હોઈ શકે?
षष्टिकाञ्छालिमुद्गांश्च सैन्धवामलके यवान्|
आन्तरीक्षं पयः सर्पिर्जाङ्गलं मधु चाभ्यसेत् ।। (ચરક સંહિતા, સૂત્ર સ્થાન 5.12)
નિયમિત રીતે शष्टिका (સાઠ દિવસમાં કાપવામાં આવતા ચોખા), શાલી (ચોખા), મુડગા - લીલા ચણા, સિંધવ(રોક સોલ્ટ), આમળા, વરસાદી પાણી, ઘી, શુષ્ક આબોહવાના પ્રાણીઓનું માંસ અને મધ લેવું જોઈએ.
ઋતુચર્યા પ્રાચીન આયુર્વેદિક અભ્યાસ છે અને એમાં બે શબ્દો સમાવિષ્ટ છે, "ऋतु" નો અર્થ ઋતુ /મોસમ અને "चर्य" નો અર્થ આહાર નિયમ થવા શિસ્ત. ઋતુચર્યામાં આયુર્વેદ દ્વારા બતાવેલ મૌસમી પરિવર્તનોને લીધે શારીરિક તથા માનસિક પ્રભાવોથી બચવા માટેની જીવનશૈલી તેમજ આહાર નિયમ જણાવવામાં આવ્યા છે. ઋતુચર્યા આપણને આબોહવાના પરિવર્તનને લીધે પેદા થતી બીમારીઓ સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. વધુમાં, તે ત્રિદોષ નું સંતુલન જાળવી રાખે છે અને આખું વર્ષ આપણને તંદુરસ્ત રાખે છે.
અષ્ટાંગ હૃદય સૂત્ર માં ઋતુચર્યા વિષે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.
मासैर्द्विसंख्यैर्माघाध्यैः क्रमात् षट् ऋतवः स्मृताः
शिशिरो अथ वसन्तश्च ग्रीष्मो वर्षशरद्हिमाः ।।
शिशिराद्यास्त्रिभिस्तैस्तु विध्यादयनमुत्तरम्
आदानं च, तदादत्ते नृणां प्रतिदिनं बलम् ।।
ભારતમાં મુખ્યત્વે છ ઋતુઓ છે.
દરેક ઋતુ ને બે મહિનામાં વિભાજીત કરવામાં આવે છે.
પ્રથમ ત્રણ ઋતુ ઉત્તરાયણ- સૂર્યની ઉત્તર તરફની ગતિ / આદાન કાળ પણ કહેવાય છે /અગ્નિ પ્રબળ હોય છે/ જેમાં માનવ શક્તિ પ્રમાણમાં ઓછી હોય છે.
શિશિર - શિયાળો , મહા-ફાગણ (Mid January – Mid March)
વસંત - ચૈત્ર -વૈશાખ (Mid March – Mid May)
ગ્રીષ્મ - જેઠ -અષાઢ (Mid May to Mid July)
અન્ય ત્રણ ઋતુઓ દક્ષિણાયાન- સૂર્યની દક્ષિણ તરફની ગતિ છે. / વિસર્ગ કાળ પણ કહેવાય છે./ જેમાં માનવ શક્તિ પ્રમાણમાં વધુ હોય છે.
વર્ષા શ્રાવણ -ભાદરવો (Mid July – mid September)
શરદ આસો -કારતક (Mid September to Mid November)
હેમંત માગશર-પોષ (Mid November to Mid-January)
ઋતુ પ્રમાણે તાકાતમાં થતો ફેરફાર
शीते अग्र्यं, वृष्ति घर्मे अल्पं बलं, मध्यं तु शेषयो:
શિયાળો - હેમંત -શિશિર સૌથી વધુ તાકાત (mid November – mid March )
ઉનાળો અને વર્ષા - સૌથી ઓછી શક્તિ (mid May – mid September)
વસંત અને શરદ - મધ્યમ શક્તિ
રિશી સુરતી , બ્લોગર, ડિજિટલ માર્કેટર, SEO એક્સપર્ટ, કોર્પોરેટ કન્ટેન્ટ
અહીં, હું મારી માતૃભાષામાં મારા વિચારો રજુ કરું છું. સેલ્ફ હેલ્પ, પ્રેરણાત્મક, જીવનચરિત્ર, સામાજિક, ઇતિહાસ, ટેક્નોલોજી, કરંટ અફેર્સ વિગેરે મારા ગમતા વિષયો છે.